તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વડોદરા કોરોના સામે લડવા સજ્જ, 5 હજાર પૈકી 70 ટકા બેડ હાલમાં ઉપલબ્ધ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર
  • વડોદરામાં હાલ 67 ટકા વેન્ટિલેટર ઉપલબ્ધ

વડોદરા કોરોના સામે લડવા સજ્જ છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે, હાલમાં વડોદરામાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય તેવા બેડ્સ અને અદ્યતન વેન્ટિલેટર નોંધપાત્ર પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આગામી સપ્તાહોમાં કોવિડનો બીજો દૌર - સેકન્ડ વેવ આવે તો પણ આપણે અગ્રીમ આયોજન સાથે તૈયાર છે. ડો.રાવે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે હાલમાં વડોદરામાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ અંદાજે 5 હજાર જેટલાં બેડ પૈકી અંદાજે 1500 બેડ દર્દીઓથી રોકાયેલા છે જે કુલ સંખ્યાના 30 ટકા જેટલા છે.આમ,70 ટકા બેડ હાલમાં ઉપલબ્ધ છે.

165 વેન્ટિલેટર પર દર્દીઓની સારવાર થઈ રહી છે
ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, સહુના સહયોગ થી વડોદરાએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કોવિડના પ્રથમ વેવનું સફળ વ્યવસ્થાપન કર્યું છે. 500 જેટલા અદ્યતન વેન્ટિલેટર પૈકી 165 પર દર્દીઓની સારવાર થઈ રહી છે અને 335 જેટલા ઉપલબ્ધ છે. આમ, લગભગ 67 ટકા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

ઉમદા સહયોગ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરી
જો કદાચ આગામી સપ્તાહોમાં સેકન્ડ વેવ આવે તો પણ જરૂરિયાતના સંજોગોમાં પથારીની અને વેન્ટિલેટરની ઉપલબ્ધિ વધારવાના આગોતરા આયોજન સાથે આપણે તૈયાર છે તેઓ સંકેત આપતાં, તેમણે આ સંકટમાં અત્યાર સુધી તંત્રની તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે લોકોને વાકેફ રાખીને માધ્યમો એ આપેલા સહયોગને બિરદાવતા,હવે પછી પણ એવો જ ઉમદા સહયોગ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો