સમસ્યા:ITમાં 70% લોકોના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાના હજી બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારીખ ન લંબાય તો 1.5 લાખની પેનલ્ટી થઈ શકે

બિઝનેસ કરનાર સંસ્થાઓએ ઇન્કમટેક્સ વિભાગમાં ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર આડે હવે માત્ર 26 દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેર-જિલ્લામાંથી 70% લોકોના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાના બાકી હોવાનું ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જાણવા મળ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જો આ અંગેની તારીખ લંબાવવામાં ન આવે તો મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી થઈ શકે છે.

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના દીપક અમીને જણાવ્યું હતું કે, કોરોના સમયે સરકારે છૂટછાટ આપી હતી તે મુજબ લોકો હજુ પણ ધીમી ગતિએ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરાવી રહ્યા છે. 30 સપ્ટેમ્બર પછી એક મહિનો સરકારી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનો સમય આપ્યો છે, જે 30 ઓક્ટોબરે પૂરો થાય છે. આ વર્ષે સમયમાં વધારો થવાની શક્યતા નથી. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફૈઝાન ડભોઇવાલાએ જણાવ્યું હતું કે, માત્ર 25% લોકોના ઓડિટ રિપોર્ટ હજુ સબમિટ થયા છે.

જૂન મહિનામાં પણ છૂટ અપાઇ ન હતી
નોકરિયાત વર્ગને રિટર્ન ફાઇલ છૂટછાટ આપવામાં આવી નહોતી. બિઝનેસમેન અને કંપનીઓના ઓડિટ રિપોર્ટ સમયસર 30 સપ્ટેમ્બર સુધી જમા ન થાય તો મહત્તમ ₹1.50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. - સંજય શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...