વડોદરા પાલિકામાં વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં 70 કર્મચારીઓ નિવૃત્ત થશે. જેથી વિભાગોના કામ પર અસર થશે. સૌથી વધુ 12 કર્મચારી પાણી પુરવઠા સંલગ્ન વિભાગના અને ફાયર બ્રિગેડના 8 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અંગે સામાન્ય વિભાગે તાકીદ કરી છે.
જેમાં એડિશનલ સીટી એન્જિનિયર, સીનીયર સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર સબ ઓફિસર, જુનિયર ક્લાર્ક, ઓપરેટર સહિતની પોસ્ટ પર ફરજ બજાવતા 70 કર્મચારીઓ નિવૃત્ત થશે. જો કે આ 70 કર્મચારી અને અધિકારીઓના સંદર્ભે પડતર ખાતાકીય તપાસ અથવા સંભવિત ખાતાકીય તપાસની કાર્યવાહી હોવાના કિસ્સામાં અલગ હુકમ થશે.
તાજેતરમાં જ વ્હાઇટ હાઉસ કાંડમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ડ્રાફ્ટ્સમેન શનુભાઈ તડવી જૂન મહિનામાં જ્યારે મે મહિનામાં એડિશનલ સિટી એન્જિનિયર શૈલેષ નાયક, ડે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રકાશ બ્રહ્મભટ્ટ અને જશરાજ પ્રણામી પણ નિવૃત થશે.
કયા વિભાગના કર્મચારી નિવૃત્ત થશે
અધિકારી | સંખ્યા |
પાણી પુરવઠા | 12 |
ફાયર બ્રિગેડ | 8 |
વેહિકલ પુલ | 4 |
UPHC | 2 |
લેન્ડ & એસ્ટેટ | 3 |
અધિકારી | સંખ્યા |
વોર્ડ 3 | 4 |
વોર્ડ 10 | 2 |
વોર્ડ 6 | 2 |
વોર્ડ 4 | 4 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.