તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતની દુષ્પ્રેરણાનો કેસ:યુવકના આપઘાત કેસમાં વ્યાજખોરને 7 વર્ષની કેદ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યાજના ચક્કરમાં ધનિયાવીના યુવકે ફાંસો ખાધો હતો

ધનીયાવીના શખ્સે 10 હજાર અાપ્યા બાદ તગડું વ્યાજ વસૂલી યુવક અને તેના મિત્રનું બાઇક ઝૂંટવી ત્રાસ અાપી યુવકને મરવા મજબૂર કરનાર અારોપીને ન્યાયાધીશે 7 વર્ષની સાદી કેદની સજા કરી હતી. અારોપીને 5 હજાર દંડ ફટકાર્યો હતો તેમજ મૃતક યુવકના પિતાને વળતર પેટે 25 હજાર ચૂકવવાનો અાદેશ કર્યો હતો.

ધનીયાવી ગામમાં રહેતા હિતેશ પરમારે વર્ષ 2018માં ફાંસો ખાઇ લઇ અાત્મહત્યા કરી હતી. મૃતકના પિતા મહેન્દ્રભાઇએ ઉસ્માન ઇસબભાઇ લોંગ (વોરા પટેલ) સામે આપઘાતની દુષ્પ્રેરણા તેમજ અેટ્રોસિટી સહિત અેક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું કે, હિતેશે પહેલી વખત 10 હજાર અારોપી પાસેથી લીધા હતા. જેની સામે વ્યાજ સાથે 21 હજાર ચૂકવ્યા હતા. તે પછી હિતેશે ફરી 10 હજાર લીધા હતા. જેની જાણ ઉસ્માન લોંગે હિતેષના પિતાને કરતાં તેમણે મેં ના કહી છે છતાં તમે કેમ પૈસા આપ્યા તેમ જણાવતાં અારોપીઅે તારો દીકરો જીવે કે મરે મારે તો વ્યાજ સાથે પૈસા જોઇઅે તેમ જણાવ્યું હતું.

મહેન્દ્રભાઇઅે પુત્રને પૂછતાં તેણે અારોપી ઉસ્માને તેની તેમજ તેના મિત્રની બાઇક લઇ લીધી હોવાનું જણાવ્યું હતું. મહેન્દ્રભાઇઅે 35 હજાર અાપતાં બાઇક પરત કરી હતી. અારોપીઅે વ્યાજ સાથેની રકમ હિતેશ પાસે માગી કરી તેને માર મારી મરવા મજબૂર કર્યો હતો. અા અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે અેડવોકેટ ભાવિક પુરોહિત હાજર રહ્યા હતા. ન્યાયાધીશે ઉસ્માન લોંગને આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં કસુરદાર ઠેરવી 7 વર્ષની સાદી કેદ તેમજ 5 હજારનો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો