કામગીરી:7 ગામનાં વેરા બિલ આવતા મહિને બજાવાશે, અડધાં ઉપરાંત બિલોની એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરાઈ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં 7 ગામોનો સમાવેશ થતાં 60 હજાર વેરા બિલ થકી વાર્ષિક 25 કરોડની આવક થશે

પાલિકાની હદમાં જોડાયેલા 7 ગામના મિલકત વેરાના બિલ આવતા મહિને બજાવાશે. 7 ગામના 55 થી 60 હજાર બિલ છે. પાલિકાની હદમાં 18 જુલાઇ 2020થી ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલા ગામોના તમામ રેવન્યુ સર્વે નંબરો જોડાયા છે. આ તમામ ગામોની મિલકતોની આકારણી કરી વેરા બિલ તૈયાર કરવાની કામગીરી વોર્ડ કચેરીઓ દ્વારા હાલ ચાલી રહી છે. 55 થી 60 હજાર મિલકતોનાં બિલો તૈયાર થશે અને તેની પાલિકાને વાર્ષિક આશરે 25 કરોડની આવક મળે તેવી સંભાવના છે. હાલમાં અડધા ઉપરાંત બિલોની એન્ટ્રી થઈ ગઈ છે.

જ્યારે શહેરના પશ્ચિમ ઝોનમાં બિલો ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડ છે, જેમાં પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 6 ,10 અને 11 નો સમાવેશ થાય છે. આ વર્ષે બારે વોર્ડના કુલ બિલોની સંખ્યા 72,4725 છે અને આવકનો અંદાજ 410.64 કરોડ છે. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષના બિલના આધારે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના દાખલ કરી હતી, જે 15 ઓગસ્ટે પૂરી થઈ હતી. જેમાં 1,80,881 લોકોએ 129.94 કરોડનો વેરો ભરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...