કોરોના વડોદરા LIVE:આજે નવા 7 કેસ, એક્ટિવ કેસનો આંક ઘટીને 7 થયો, હોસ્પિટલમાં 4 દર્દી દાખલ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,716 પર પહોંચી ગઇ છે. વધુ 8 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,00,201 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 4 દર્દી દાખલ
વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 7 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં 4 દર્દી દાખલ છે. હાલ શહેરમાં 28 લોકો ક્વોરન્ટીન છે.

શહેરના આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં અકોટા, અટલાદરા, નવાપુરા, સુભાનપુરા, તરસાલી અને વારસીયામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...