• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 7 New Administrative Wards Will Be Functioning Per Election Ward In Vadodara, Approval Will Be Given In The Meeting Of The Standing Committee Of The Municipality On Thursday.

શહેરમાં વહીવટી વોર્ડમાં વધારો:વડોદરામાં ઇલેક્શન વોર્ડ દીઠ 7 નવા વહીવટી વોર્ડ કાર્યરત થશે, ગુરૂવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરીની મહોર વાગશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર)
  • પાલિકાના વિવિધ વિભાગના 15 કરોડ રૂપિયાના ઉપરાંતના કામો મંજૂરી માટે રજૂ થયા છે

ગુરૂવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાશે. જેમાં વિવિધ વિભાગના 15 કરોડ રૂપિયાના ઉપરાંતના કામો મંજૂરી માટે રજૂ થયા છે. ઉલ્લેખનીય છે કે, ચારેય ઝોનમાં કારપેટ અને લિક્વિડ સિલકોટ માટે 6.25 ટકા વધુના 19.63 કરોડ રૂપિયાના કામ રજૂ થયા છે. આ ઉપરાંત ચારેય ઝોનમાં રસ્તાઓ માટે 8.90 ટકા વધુના 114.34 કરોડ રૂપિયાના ચાર કામો રજૂ થયા છે. જ્યારે 7 નવા વહીવટી વોર્ડ સાથે હવે ઇલેક્શન વોર્ડ દીઠ 19 વહીવટી કચેરી કાર્યરત થવાના છે. જેના માટે ગુરૂવારે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરીની મહોર વાગશે.

2022-23નું અંદાજપત્ર ટૂંક સમયમાં સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે
વહીવટી વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ ગોત્રીથી સન ફાર્મા તરફની ડ્રેનેજ લાઈન ઉપર ઇજારદાર ઈલાઈટ એન્જિનિયરને ભંગાણના સમારકામનો રૂપિયા 3.77 લાખના ખર્ચની વિગત રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું અંદાજપત્ર ટૂંક સમયમાં સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે. જેમાં નામાંકિત કંપની પેન તથા બ્રિફકેશ આપવાની પ્રથા છે. આ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા તથા પ્રેઝન્ટેશન ટ્રાન્સલેટર ,ટાઈપીસ્ટ,એક્સપર્ટ વગેરેના ખર્ચ માટે સમય ઓછો હોય ટેન્ડર પ્રક્રિયા સિવાય ખરીદી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાનું કામ રજૂ થયું છે. ગત વર્ષે આ કામ પાછળ અંદાજે 8થી 10 રૂપિયા લાખનો ખર્ચ થયો હતો.

ડિવાઈડર, ફૂટપાથ, પેવર બ્લોકથી શેવિંગ કરવાના કામ રજૂ થયું છે
જ્યારે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર, ફૂટપાથ તેમજ પેવર બ્લોકથી શેવિંગ કરવાના કામ માટે ઇજારદાર ત્રીજી ડેવલોપર્સના 24 ટકા ઓછા મુજબ 3.83 કરોડ રૂપિયાના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે. આ ઉપરાંત અંબિકાનગર પાસે 300 મિમી ડાયાની નવી પાઈપ લાઈન નાખવા માટે કોન્ટ્રાક્ટર એ.કે. મેક.ઇન્ફ્રાનું 18.84 ટકા વધુના રૂપિયા 29.22 લાખના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે. જ્યારે કોર્પોરેશનના કાર્યક્રમોમાં ફરાસખાનું પૂરું પાડતાં શુભમ ડેકોરેટર્સના કોન્ટ્રાક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી નવો ઇજારો ન થાય ત્યાં સુધી નક્કી થયેલા દર અને નિયમો મુજબ બિલના ચૂકવણા સંસ્કાર કાર્યક્રમની મંજુર થયેલી રકમમાંથી કરવા અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનું કામ રજૂ થયું છે.

7 નવા વહીવટી વોર્ડ ઉભા કરાશે
આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાની હદમાં વધુ 57.48 ચોરસ કિલોમીટરનો વધારો થવાથી 7 નવા વહીવટી વોર્ડ ઉભા કરી ઇલેક્શન વોર્ડ દીઠ 19 વહીવટી કચેરી કરવા જરૂરી તમામ કાર્યવાહી અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની મંજૂરી બાબતનું કામ રજૂ થયું છે.

અન્ય કયા કામો રજૂ થયા છે
દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી કાર્પેટ અને લિક્વિડ સિલકોટ માટે ઇજારદાર પી.ડી. ક્સ્ટ્રક્શનના 6.25 ટકા વધુ રૂપિયા 7.96 કરોડના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે. તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી કારપેટ અને લિક્વિડ સિલકોટ માટે ઇજારદાર પી.ડી. ક્સ્ટ્રક્શનના 6.25 ટકા વધુ રૂપિયા 3.18 કરોડના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી કારપેટ અને લિક્વિડ સિલકોટ માટે ઇજારદાર રાજ ક્સ્ટ્રક્શનના 6.25 ટકા વધુ રૂપિયા 5.31 કરોડના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી કાર્પેટ અને લિક્વિડ સિલકોટ માટે ઇજારદાર પી.ડી. ક્સ્ટ્રક્શનના 6.25 ટકા વધુ 03.18 કરોડના ભાવપત્રને મંજૂરી અંગેનું કામ રજૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...