'રાજાપાઠ' પહેલા રેડ:વડોદરાના ગોત્રીમાં દારૂની મહેફિલ યોજાય તે પહેલા દરોડા, 7 નબીરાઓ 1.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોત્રી પોલીસે બાતમીના આધારે નબીરાઓને ઝડપી લીધા હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ગોત્રી પોલીસે બાતમીના આધારે નબીરાઓને ઝડપી લીધા હતાં.(ફાઈલ તસવીર)
  • પોલીસે આરોપીઓને બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા આલ્કોહોલની માત્રા જણાઈ નહિ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ નિસર્ગ કોમ્પલેક્ષ ખાતે દારૂની મહેફિલ યોજાય તે અગાઉ ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો. જેથી દારૂની બોટલ સાથે સાત નબીરાઓને ઝડપી પાડી રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસને બાતમી મળી હતી
મળેલી માહિતી મુજબ ગોત્રી પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, દિવાળીપુરા કોર્ટ સામે આવેલ નિસર્ગ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર સી-901માં કેટલીક વ્યક્તિઓ ભેગી થઈ દારૂની મહેફિલ માણે છે. જેના આધારે પોલીસે દરોડો બાતમી મુજબના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમાં જીગરભાઈ જયેશભાઈ શાહ ,ધાર્મિક જયેશભાઈ શાળકિયા ( બંને રહે - 901 નિસર્ગ કોમ્પ્લેક્સ, દિવાળીપુરા કોર્ટ સામે ), મિતેશ જગદીશ ભાઈ ઠક્કર ( રહે - આહવા, ડાંગ) , અભિષેક સુનિલભાઈ શર્મા ( રહે - ઉદ્યોગ નગર, સોસાયટી ,આયુર્વેદિક કોલેજ પાસે ,પાણીગેટ) , કિસન દિનેશભાઈ પંચાલ ( રહે - માંજલપુર ટાઉનશીપ , દરબાર ચોકડી પાસે, માંજલપુર), અનિલ રોહિતભાઈ કેસરિયા ( રહે- ગ્રીન પાર્ક, જામનગર રોડ ,રાજકોટ ) અને પૃથ્વીજીતસિંહ રાજરાતસિંહ રાણા ( રહે - સૂરજ નીવાસ, આર વી દેસાઈ રોડ ,પ્રતાપ નગર) નો સમાવેશ થાય છે.

એક બોટલ ઝડપાઈ
પોલીસે આરોપીઓને બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા આલ્કોહોલની માત્રા જણાઈ આવી ન હતી. કોઈ કેફી પીણું પીધું ન હતું. બેડરૂમમાં તપાસ કરતા 01 દારૂની બોટલ મળી આવી હતી. જે બાબતે આરોપીઓએ સંતોષકારક જવાબ આપ્યો નથી.દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 01 બોટલ અને 07 નંગ મોબાઇલ ફોન મળી કુલ 1.53 લાખની મત્તા કબજે કરી આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

મિત્રોએ વ્યવહાર કરીને કેસ પતાવી દેવાની વાત કરી
પ્રોહિબિશન ફ્રી ગ્રૂપના રાજીવ પટેલે જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 10:25 કલાકે ફોન આવ્યો હતો. જેમાં નિસર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હોવાનું જણાવ્યું હતું. અમારી ટીમ પહોંચી, પરંતુ પોલીસ સાતેયને પોલીસ મથકે લઈ જવાયા હતા.

પોલીસ જવાનો સાતેય સાથે સારો વ્યવહાર કરતા હતા, પરંતુ યુવાનોનું મિત્રવર્તુળ પોલીસ સાથે વ્યવહાર કરવાની વાત કરતું હતું. ટીમે પહોંચતા મિત્રવર્તુળે પોલીસ સાથે સેટિંગ કરી કેસ પતાવવાની વાત કરી હતી. કોઈ એક યુવક બીજાનો આરોપ માથે લે તેવી પણ વાત હતી. પરંતુ અમે કાયદેસરની કાર્યવાહી કરાવી હતી.