ધરપકડ:7 કરોડના ID પર સટ્ટાના કેસમાં વધુ 6ની ધરપકડ, જહીરહુસેનને પાસામાં ભાવનગર જેલમાં ધકેલાયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂત્રધાર સલમાન ગોલાવાલા હજુ પકડથી દૂર

7 કરોડની સુપર માસ્ટર આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમાડવા બાબતે પીસીબીએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી જહીરહુસેન ગુલામમહમદ લાખાજી (નાગરવાડા)ને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે. તપાસમાં ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા આઈડીના 110 જેટલા ગ્રાહકો નીકળ્યા છે.

પીસીબીએ મોહમદઇકબાલ ઇબ્રાહીમભાઇ કુરેશી (59, મોગલવાડા, વાડી), ગિરીશ લક્ષ્મણભાઇ સોલંકી (33, રણછોજી ફળિયું, ગોરવા), સહેજાદ ઉર્ફે પીપોડી અનવરઅહેમદ શેખ (28, રાવપુરા), રીતેષ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્રભાઇ અગ્રવાલ (39, ક્રુષ્ણપુરી સોસાયટી, માંજલપુર), જહીરહુસેન ગુલામમહમદ લાખાજી (34, લાલજીકુઇ, નાગરવાડા) અને અબ્દુલરહેમાન બકરભાઇ સીરાજવાલા (હાજી ફ્લેટ, વાડી)ને પકડ્યો હતો.

રામચંદ્રસિંહ કિશોરસિંહ રાઉલજી (તરસાલીને આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ઝડપ્યો હતો. જે રોબર્ટ999.કોમ વેબસાઈટમાં સટ્ટો રમાડતો હતો. સટ્ટો રમવા ઉપયોગમાં લેવાતા રામ5122 નંબરની આઈડી આરોપીએ આરોપી સલમાન ગોલાવાલા અને કલ્પેશ બાંભણીયા પાસેથી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...