તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ:વડોદરાના 7 ઉદ્યોગ સહાસિકોએ જમીન કે માટી વિના માત્ર પાણીથી પીવીસી પાઇપમાં શાકભાજી ઉગાડ્યા

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આલમગીર ખાતેના ફાર્મમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી. - Divya Bhaskar
આલમગીર ખાતેના ફાર્મમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી.
 • ઇઝરાયેલની હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી દર મહિને 3 હજાર કિલો ચેરી ટોમેટો, કૂકુંબર, ઝૂકિની અને બ્રોકોલી ઉગાડે છે

ખેતી કરવા સૌથી મહત્વની વસ્તુ જમીન છે. પરંતુ શહેરના 7 ઉદ્યોગ સહાસિક યુવકો દ્વારા આલમગીર ખાતે માટી અને જમીન વગર આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી શાકભાજી ફક્ત પોષણયુક્ત પાણીના ઉપયોગથી ઉગાડવાનું શરૂ કરાયું છે.

આલમગીર ખાતેના પ્રયોગતી ગ્રીન્સ ફાર્મમાં જંતુનાશકો, દવાઓ કે રસાયણોનો ઉપયોગ થતો નથી અને શાકભાજી ઉગાડવા ઇઝરાયેલમાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. પ્રયોગતી ગ્રીન્સ ફાર્મ સચિન પટેલ, શ્રીનીલ શાહ, ઇશાન, જયેશ, અક્ષય, શ્વેતા અને સંજુ સહિત 7 ઉદ્યોગ સહાસિકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

હાઇડ્રોપોનિક્સમાં 45 દિવસે પાકનું ઉત્પાદન થાય છે
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ વિશે માહિતી આપતા સચિન પટેલે જણાવ્યું હતું કે, જે રીતે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ વધી રહ્યુ છે તે પ્રમાણે ભવિષ્યમાં એવી પરિસ્થિતી જરૂર આવશે કે જ્યારે લોકો પાસે ખેતી કરવા માટે ફળદ્રુપ જમીન નહી હોય. તેથી ભવિષ્યમાં ઓર્ગેનિક શાકભાજી માટે આ પ્રકારની ટેક્નિકનો ઉપયોગ કરવો જરૂરી બનશે. તેથી અમે ભવિષ્યનું વિચારીને આત્યારથી જ આ પદ્ધતિ અપનાવી છે. સામાન્ય ખેતીમાં 4 થી 5 મહિને પાકમાં ઉત્પાદન આવે છે જ્યારે, આ પદ્ધતિથી શાકભાજી ઉગાડવાથી પાક 35 થી 45 દિવસની સાયકલમાં મળી રહે છે. આ પદ્ધતિમાં પાણી અને જરૂરી પોષક તત્વો પૂરા પાડી સ્ટેન્ડ પર શાકભાજી ઉગાડાય છે.

11 હજાર sq.ftમાં દર મહિને 3 હજાર કિલોનું ઉત્પાદન થાય છે
હાઇડ્રોપોનિક્સ પ્લાન્ટમાં 6 હજાર સ્કવેરફિટમાં કુલ 9400 છોડ ઉગાડાયા છે જેમા એક દિવસમાં 350 લિટર પાણીની જરૂર પડે છે. છોડને પાણી પીવીસીના પ્લાન્ટથી પહોચાડાય છે અને પ્લાન્ટમાં અલ્ટ્રા વાયોલેટ રેયઝ વિનાના સૂર્ય કિરણો પહોચાડાય છે. ગ્રો બેગ પ્લાન્ટમાં 5600 સ્કવેરફિટમાં કુલ 1700 છોડ ઉગાડ્યા છે જેમા એક દિવસનું 700 લિટર પાણીની જરૂર પડે છે. દર મહિને 3 હજાર કિલોનું ઉત્પાદન થાય છે. હાલમાં ચેરી ટોમેટો, કુકુંબર, ઝૂકિની અને બ્રોકોલી ઉગાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો