હવામાન:24 કલાકમાં ડભોઈમાં 7 ઈંચ અને કરજણમાં 6 ઈંચ વરસાદ વરસ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રેસ્ક્યૂ કરાયેલા 2201 પૈકી 945 લોકો ઘરે પરત ફર્યા
  • તાલુકાના​​​​​​​ 7 ગામો ઢાઢર નદીના પૂર પ્રકોપથી પ્રભાવિત

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં 7 ઈંચ અને કરજણમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ તાલુકાનાં 7 ગામો ઢાઢર નદીના પૂરથી પ્રભાવિત થયાં છે. જ્યારે દેવ ડેમમાંથી 7499.844 ક્યૂસેક પાણી છોડાતાં દેવ નદી અને ઢાઢર નદીના કિનારાનાં 26 ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ દ્વારા 2 સગર્ભા અને 2 બીમાર વ્યક્તિ મળીને કરજણ તાલુકાના કંડારીમાંથી 550 અને સંભોઈમાંથી 178 સહિત 728 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

તંત્રના જણાવ્યા અનુસાર, વડોદરા તાલુકાનાં 7 ગામો શાહપુરા, દોલતપુરા, હાંસજીપુરા, ૨સૂલપુરા, રામનાથ, રાધવપુરા તથા અજીતપુરા ગામમાં ઢાઢ૨ નદીમાં પૂ૨ આવતાં અસરગ્રસ્ત થયાં છે. જે પૈકી દોલતપુરા, રસૂલપુરા તથા રામનાથ ગામમાં જવા માટેના ૨સ્તા હાલ બંધ છે. જ્યારે શાહપુરા તથા રાઘવપુરા ગામોમાં જવા માટે સુંદ૨પુ૨ા (કેનાલવાળા) રોડનો ઉપયોગ કરી શકાશે. જાબુંઆ તરસાલીથી જવા માટેનો રસ્તો પાણી ભ૨ાયેલાં હોવાના કા૨ણે બંધ છે.

અન્ય સમાચારો પણ છે...