તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 7 foot Dead Crocodile Found In Vishwamitri River In Vadodara, 2 Crocodiles Killed In 3 Days, Fear Of Extinction Of Crocodiles From The River

પ્રદુષિત પાણીથી મગરો પર સંકટ:વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 7 ફૂટનો મૃત મગર મળ્યો, 3 દિવસમાં 2 મગરના મોત, નદીમાંથી મગરો નામશેષ થવા જવાની ભીતિ

વડોદરા3 મહિનો પહેલા
સયાજીગંજ કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચેથી મૃત હાલતમાં 7 ફૂટનો મગર મળ્યો
  • વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણી છોડવામાં આવે છે, છતાં પાલિકા તંત્ર કોઇ કાર્યવાહી કરતુ નથી

વડોદરા શહેરમાંથી મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી અને દૂષિત પાણી વહેતુ હોવાના કારણે અવારનવાર વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોનું આયુષ્ય ઓછું થઇ રહ્યું છે. વડોદરાના સયાજીગંજ કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચેથી આજે મૃત હાલતમાં 7 ફૂટનો મગર મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

દૂષિત અને કેમિકલ યુક્ત પાણીથી મગરોના જીવ જોખમાઈ રહ્યા છે
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. વિશ્વામિત્રી નદીમાં દુષિત અને કેમિકલ યુક્ત પાણી વહેતું હોવાની જાણ પાલિકાને પણ છે, તેમ છતાં પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની સાફ સફાઇ કરવા માટે ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે વિશ્વામિત્રીમાં વસવાટ કરતાં મગરોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. દૂષિત અને કેમિકલ યુક્ત પાણી હોવાના કારણે મગરોના જીવ જોખમાઈ રહ્યા છે.

વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણી છોડવામાં આવે છે
વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણી છોડવામાં આવે છે

ત્રણ દિવસ પહેલા પણ એક મૃત મગર મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ એક મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ આજે સયાજીગંજ કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાંથી આશરે 7 ફૂટનો મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મૃત હાલતમાં મગર હોવાની જાણ વડોદરા ફાયરબ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમને થતાં જવાનો સ્થળ પર ધસી ગયા હતા અને મૃત મગરને બહાર કાઢી સલામત સ્થળે તેનો નિકાલ કર્યો હતો. મૃત મગરને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એક તબક્કે વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. વાહન વ્યવહારને મુશ્કેલી ના પડે તે માટે પોલીસ આવી પહોંચી હતી.

મૃત મગરને બહાર કાઢી સલામત સ્થળે તેનો નિકાલ કરવામાં આવ્યો
મૃત મગરને બહાર કાઢી સલામત સ્થળે તેનો નિકાલ કરવામાં આવ્યો

વિશ્વામિત્રી નદીમાંથી મગરોની વસ્તી નામશેષ થઇ જવાની દહેશત
રેસ્ક્યૂ ટીમના નીતિનભાઇ પટેલે દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીમાં ઠલવાઇ રહેલા કેમિકલયુક્ત પાણી અને દૂષિત પાણી બંધ કરાવવામાં ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની વસ્તી નામશેષ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...