તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:IPCLના નિવૃત્ત અધિકારી સહિત 7નાં મોત, 46 દિવસે ફરી 110 કેસ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસથી કોરોનાના 100થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે

શહેરમાં બુધવારે વધુ 110 પોઝિટિવ કેસો આવતાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 17,465 પર પહોંચી ગયો હતો. શહેરમાં સતત 5 દિવસથી કોરોનાના 100થી વધુ પોઝિટિવ કેસો આવી રહ્યા છે.

ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા વધીને 2,696 પર પહોંચી ગઇ
બીજી તરફ વધુ 116 દર્દીઓ સાજા થતાં કોરોનામુક્ત થયેલા દર્દીઓનો આંક વધીને 16,095 પર પહોંચી ગયો છે. શહેરમાં કોરોનાની સક્રિય સારવાર લેતા દર્દીઓની સંખ્યા 1151 છે, જેમાં નોંધપાત્ર ફેરફાર નથી. જોકે આ દર્દીઓ પૈકી 169ને ઓક્સિજન પર અને 66ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. બુધવારે આઇપીસીએલના નિવૃત્ત અધિકારી સહિત 7નાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયાહતાં. જ્યારે કોરોનામાં સત્તાવાર 219 મોત નોંધાયાં છે. ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા 2,696 જેટલી નોંધાઇ છે. શહેર-જિલ્લાના 110 પોઝિટિવ દર્દીઓ પૈકી 69 શહેરના અને 41 ગામડાઓના દર્દીઓ નોંધાયા છે. પાલિકાએ હાઉસ ટુ હાઉસ સરવેમાં 94,092 ઘરોને આવરી લીધાં હતાં, જે પૈકી 426 દર્દીઓ વિવિધ બીમારીના શોધી કઢાયા હતા. ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં અને ઓક્ટોબરના બીજા અઠવાડિયા દરમિયાન 110 કેસો શહેરમાં નોંધાયા હતા. બુધવારે 46 દિવસ બાદ ફરી એકવાર 110 કેસો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...