તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એમ્બ્યુલન્સ માટે કોંગ્રેસના 7 કોર્પોરેટરોએ 3 લાખ ફાળવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાસક પક્ષ 14,000 કરોડની ગ્રાન્ટ લાવવા સક્ષમ નથી

મેયરે કરેલી જાહેરાતનો 24 કલાક કલાક પછી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શાસકો પાસેથી સરકારી ગ્રાન્ટના 14 હજાર કરોડ લાવવા સક્ષમ ન હોવાના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરો 3 લાખ રૂપિયાનું ફંડ એમ્બ્યુલન્સ માટે ફાળવ્યું છે.

વડોદરાને સ્માર્ટ સિટીના બદલે ભાજપના શાસકોએ સ્મશાન સિટી બનાવી દીધી છે. કોરોના મહામારી દરમિયાન લોકોને કોર્પોરેશન અને સરકાર તરફથી જે સુવિધા મળવા પાત્ર હતી તે મળી નથી, ઓકટ્રોયની 14000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ લાવવામાં શાસક પક્ષ સક્ષમ નથી, તેવા આક્ષેપો કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ કર્યા હતા. મેયરે કોંગ્રેસ પક્ષને વિશ્વાસમાં લીધા સિવાય જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી નહીં આપે તો મેયરના ક્વોટામાંથી આપી દઈશું. પણ કોટા ફોડવારી બજેટ આ બધી વસ્તુઓ નાગરિકોના ટેક્સના પૈસા છે. પોતાના ઘરના પૈસા નથી અને તેમના માટે ઉપયોગમાં લેવાના હોય ત્યારે તેના માટે સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...