તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:7 ઓક્સિજન પ્લાન્ટ પર વીજ કંપનીના 55 કમર્ચારી તૈનાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પુરવઠો ન ખોરવાઇ ન જાય તેની તકેદારી રાખશે
  • ટ્રિપિંગ થાય તો વૈકલ્પિક વીજ પુરવઠાની વ્યવસ્થા કરાશે

વડોદરા જિલ્લામાં આવેલા 7 ઓક્સિજન પ્લાન્ટ પર વીજપ્રવાહ સતત મળતો રહે તે માટે કલેક્ટરની સુચનાના આધારે એમજીવીસીએલ અને જેટકો દ્વારા 7 ઓક્સિજન પ્લાન્ટ અને 12 કંટ્રોલરૂમ ખાતે કુલ 55 કર્મચારીઓની નિમણુંક કરી છે. આ કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. આ ઉપરાંત જો ટ્રીપીંગ થાય તો વૈકલ્પિક વીજપુરવઠો મળી રહે તે માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર ઓકિસજન મળે તે માટે વડોદરા જિલ્લામાં કાર્યરત મેડિકલ ઓકિસજન મેન્યુફેકચરીંગ પ્લાન્ટ યુનિટ, રીટેઈલર તથા રીફીલર્સને ત્યાં સતત વીજળી ચાલુ રહે તે માટે કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા એમજીવીસીએલ અને જેટકો ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, એમ.જી.વી.સી.એલ દ્વારા કુલ 7 પ્લાન્ટ યુનિટમાં શિફટ વાઈઝ 19 કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેટકો દ્વારા સબસ્ટેશનથી યુનિટ-પ્લાન્ટ સુધી વીજપુરવઠો પૂરી પાડતી 11 કેવીની વીજલાઈન પર જેટકોના અધિક્ષક ઈજનેર દ્વારા સતત મોનિટરીંગ થાય તે માટે તમામ પ્લાન્ટ યુનિટ માટે કુલ 12 કન્ટ્રોલ રૂમમાં કુલ 36 કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે. ટ્રીપીંગ થાય તેવા સંજોગોમાં પણ ઓલ્ટરનેટ વીજપ્રવાહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...