તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક કરતાં વધુ સંપત્તિનો કેસ:વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર મહેશ પરનામી વિરૂદ્ધ ACBમાં રૂ. 69.91 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તત્કાલિન જમીન સંપાદન અધિકારી અને અને હાલ વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મણીલાલ પરનામી - Divya Bhaskar
તત્કાલિન જમીન સંપાદન અધિકારી અને અને હાલ વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મણીલાલ પરનામી
  • વડોદરા ACBને મળેલી અરજીને આધારે તપાસ કરતા આવક કરતા વધુ સંપત્તિ મળી આવી
  • 90,89,921 રૂપિયાની આવક સામે 1,60,81,227 રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો

વડોદરા મહાનગરપાલિકાના તત્કાલિન જમીન સંપાદન અધિકારી અને અને હાલ વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મણીલાલ પરનામી વિરૂદ્ધ વડોદરા ACBમાં 69.91 લાખની અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે.

અરજી થતાં ACBની ટીમે મહેશ પરનામીની મિલકતની તપાસ શરૂ કરી હતી
વડોદરા મહાનગરપાલિકાના જમીન સંપાદન અધિકારી, વર્ગ-2 મહેશ મણીલાલ પરનામીએ તેમની આવકની સામે અપ્રમાણિક રીતે ભ્રષ્ટાચારથી કરોડો રૂપિયાની જમીન અને મિલકતો પોતાના અને પરિવારના સભ્યોના નામ ખરીદી હોવાના આક્ષેપો અંગે વડોદરા ACBમાં અરજી થઈ હતી. જેના આધારે ACBએ મહેશ પરનામીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ શરૂ કરી હતી અને મહેશ પરનામી અને તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી એકત્રિક કરી હતી. જેના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ ACBના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન આવક કરતા વધુ સંપત્તિ મળી આવી
મહેશ પરનામીની મિલકતો અને દસ્તાવેજોની તપાસ કરતા તેમની કાયદેસરની આવકના સાધનોમાંથી થયેલી કુલ આવક 90,89,921 રૂપિયાની સામે તેઓએ કરેલુ રોકાણ 1,60,81,227 રૂપિયા હતું. આમ તેઓની પાસે 69,91,306 રૂપિયાની મિલકતો અપ્રમાણસર હોવાનું જણાઇ આવ્યું હતું. આમ તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 79.51 ટકા જેટલી વધુ સંપત્તિ મળી આવી હતી.

1 એપ્રિલ-2009થી 31 માર્ચ-2019 સુધીમાં 30.25 લાખની રકમ બેંક એકાઉન્ટોમાં જમા થઈ
1 એપ્રિલ-2009થી 31 માર્ચ-2019 સુધીના સમયગાળામાં કુલ 30,25,202 રૂપિયાની રોકડ રકમ તેમના જુદા-જુદા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત 19,06,206 રૂપિયાની કિંમતની પોતાના અને આશ્રિતોના નામે સ્થાવર અને જંગલ મિલકતો ખરીદીને ખર્ચ પેટે અને અન્ય ખર્ચ પેટે ચુકવણી કરી હતી. આ દરમિયાન 21,93,400 રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા. વડોદરા ACBએ તત્કાલિન જમીન સંપાદન અધિકારી અને હાલમાં વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ પરનામી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ACBએ રાજ્યમાં વર્ષ-2020માં અપ્રમાણસર મિલકત અંગેના 30 ગુના દાખલ કર્યાં
ACBએ રાજ્યમાં વર્ષ-2020 દરમિયાન વર્ગ-1ના 3 અધિકારીઓ, વર્ગ-2ના 9 અધિકારીઓ અને વર્ગ-3ના 18 અધિકારી સામે અપ્રમાણસર મિલકત અંગેના 30 ગુના દાખલ કર્યાં હતા. જેમાં 41,17,27,706 રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવ્યા બાબતે સામે આવી હતી. જેમાં GLDCના 8, શહેરી વિકાસના 4, રેવન્યુના 3, PWDના 2, GPCBના 2 પોલીસના 1, શિક્ષણના 1, પંચાયતના 4, સિંચાઇ વિભાગના 2, ઉદ્યોગના 1, આરોગ્યના 1 અને વન અને પર્યાવરણ વિભાગના 1 અધિકારી સામે કેસ થયા છે.

TPO તરીકે કામગીરી વિવાદાસ્પદ રહી હતી
અપ્રમાણસર મિલકત ધરાવવાનો આક્ષેપ ધરાવતા પાલિકાના તત્કાલિન જમીન-મિલકત અમલદાર અને હાલના વોર્ડ નંબર 12 ના વોર્ડ ઓફિસર મહેશ પરનામી ટીપીમાં જમીન કપાત અને ફાઇનલ પ્લોટની ફાળવણીને લઇને વિવાદમાં રહ્યા હતા.

શાસકો સાથે સેટિંગ કરી પ્રમોશન લીધું
1990ના દાયકામાં મહેશ પરનામી પાલિકામાં સર્વેયર તરીકે નોકરીમાં જોડાયા હતા અને દોઢ દાયકામાં નામ જોગ દરખાસ્ત કરાવીને આસિસ્ટન્ટ જમીન મિલકત અમલદાર બની ગયા હતા. ચૂંટાયેલી પાંખ તરફના હોદ્દેદારોની ભક્તિ કરીને મહેશ પરણામી જમીન-મિલકત અમલદાર પણ બની ગયા હતા અને તેમાં તેમને ફાવટ પણ આવી ગઈ હતી. લાયકાતના વિવાદ વચ્ચે પણ વર્ષો સુધી તેઓ જમીન મિલકત અમલદારની ખુશીને ચીપકીને બેઠા હતા પણ તત્કાલિન કમિશનર મનિષ ભારદ્વાજના સમયમાં વોર્ડ ઓફિસર તરીકે બદલી થઇ હતી પરંતુ તેમની વિદાય બાદ તેઓ ફરીથી પોતાની ખુરશી પર આવી ગયા હતા અને રોડ માટે જમીન સંપાદન કે ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લોટ ક્યાં આપવા તેની તડજોડમાં લાગી ગયા હતા.જોકે, દોઢ વર્ષ પૂર્વે બદલીનો ગંજીફો ચીંપાતા તેઓ વૉર્ડ ન.12માં વૉર્ડ ઓફિસર તરીકે મૂકાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો