તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કેસ ઘટવાની સાથે ડિસ્ચાર્જ રેટ વધતાં હોસ્પિટલોમાં 68% કોરોના બેડ ખાલી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના 108 નવા પોઝિટિવ કેસો, છેલ્લાં પાંચ દિવસમાં 509 દર્દી સાજા

કર્ફ્યૂ અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિતના પગલાને લીધે કેટલાક દિવસથી કેસો સ્થિર રહ્યાં બાદ હવે ઘટવાના શરૂ થયા છે. શનિવારે 108 નવા કેસો સાથે 13નાં મોત થયા હતા. જ્યારે121ને રજા અપાઈ હતી, પણ ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા પાલિકાના ચોપડે એક પણ વ્યક્તિની વધી ન હતી. સામાન્યત: ડિસ્ચાર્જ અપાતા દર્દીને ક્વોરન્ટાઇન કરાય છે. કેસો ઘટવાનું શરૂ થતાં સાથે ડિસ્ચાર્જ રેટ વધતાં હોસ્પિટલોમાં 68 ટકા જેટલા કોરોના બેડ ખાલી છે.

કોરોનાની સારવાર દરમિયાન 13નાં મોત નિપજ્યાં, 121 દર્દીને ડિસ્ચાર્જ અપાયો
આ સાથે પોઝિટિવની સંખ્યા 18578 થઇ ગઇ છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17,135 થઇ ગયા છે. હાલમાં 1217 દર્દીની સારવાર ચાલી રહી છે જે પૈકીના 57ને વેન્ટિલેટર પર અને 155ને ઓક્સિજન પર છે. હાલમાં 45% વેન્ટિલેટર બેડ પર દર્દી સારવાર લઇ રહ્યાં છે. શહેરમાં દસેક દિવસ બાદ આટલા ઓછા કેસો આવ્યા હતા. કોરોનાના કેસ ઘટવાનું શરૂ થવાની સાથે ચારેક દિવસથી સરેરાશ 100થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હોસ્પિટલોમાં 68% કોરોના બેડ ખાલી પડ્યા છે.

કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ભરાયેલા?

હોસ્પિટલકુલભરાયેલાટકાવારી
એસએસજી57514625%
ગોત્રી57521137%
રેલ્વે હોસ્પિટલ653046%
ESI હોસ્પિટલ502652%
અન્ય ફ્રી બેડ49082%

ખાનગી હોસ્પિટલ (ફ્રી)

430338%

ખાનગી હોસ્પિટલ પેઇડ

4195161939%
કુલ બેડ6380207332%

એસએસજી અને ગોત્રી હોસ્પિટલને રૂા.3.60 કરોડની ગ્રાન્ટ
કોરોનાના દર્દીઓની સારવાર કરતી 2 હોસ્પિટલને રૂ.3.60 કરોડની સરકારી ગ્રાન્ટ ફાળવાઇ છે. કોવિડની સારવાર કરી રહેલી ગોત્રી અને સયાજી હોસ્પિટલને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અર્થે ફાળવવાનું નક્કી કરાયું છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલ માટે કોવિડ હોસ્પિટલની કમિટી દ્વારા દર મહિને થઈ રહેલા ખર્ચ સામે પાલિકા દ્વારા ગ્રાન્ટ મેળવવા આવી રહેલી માગણી પરત્વે ગોત્રી હોસ્પિટલને રૂા.1.60 કરોડ અને સયાજી હોસ્પિટલને ઉચ્ચક રૂા. 2 કરોડ ટ્રાન્સફર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો