તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક અમલ:રાત્રિ કફર્યૂમાં રખડવા નીકળેલા 66 પકડાયા

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડધી રાતની આઝાદી માણવાનું ભારે પડ્યું
 • ગાઇડલાઇન પાળવા પાલિકાનું એનાઉન્સમેન્ટ

શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેથી લોકો રાત્રિ કફર્યુુમાં ઘરની બહાર ના નીકળે તે માટે કડક અમલ પોલીસ દ્વારા કરાઇ રહ્યો છે. સોમવારે રાત્રે પોલીસે અલગ અલગ વિસ્તારમાં રાત્રિ કફર્યુુ દરમિયાન ફરવા નીકળેલા 66 જણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જયારે માસ્ક યોગ્ય રીતે નાપ હેરાનારા સામે પણ દંડ વસુલ કરાયો હતો.

પાલિકાના વોર્ડ નંબર 9ના વોર્ડ ઓફિસર રીતેશ સોલંકી અને તેમની ટીમે સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ઉમા ચાર રસ્તા, મહાવીર ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા સહિતના ચાર રસ્તા ઉપર જઈને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી કોરોનાની ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત માસ્ક વગર જણાતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પાલીકાની ટીમ દ્વારા ભીડ થાય તેવી દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલ ઉપર જઈને સંચાલકોને તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો