તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીના બ્લડ ગ્રુપ આધારે રસપ્રદ વિશ્લેષણ:વડોદરામાં કોરોનાના 66% દર્દી O અને AB બ્લડ ગ્રુપના

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • SSG અને ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીના બ્લડ ગ્રુપ આધારે રસપ્રદ વિશ્લેષણ

કોરોનામાં સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના બ્લડ ગ્રુપનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, જેમને કોરોના થયો હતો તેમાં O પોઝિટિવ લોકોની સંખ્યા સૌથી વધુ હતી. જ્યારે AB બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીઓ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યાં હતા. આ પરિણામો યુરોપિયન દેશો સ્પેન અને ઇટલીમાં થયેલા અભ્યાસ કરતાં વિરુદ્ધ છે. ત્યાં O બ્લડ ગ્રુપના દર્દી સૌથી ઓછા અને AB બ્લડ ગ્રુપના સૌથી વધુ મળ્યા હતા. આ સંશોધન GWAS (જિનોમ વાઇડ એસોસિયેશન ઓફ સ્ટડીઝ) જર્નલમાં પ્રકાશિત થયું છે.

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના 12 હજારથી વધુ દર્દીએ સારવાર લીધી હતી. બે મહિનામાં જ્યારે પ્લાઝમા થેરાપી માટે પ્લાઝમા એકત્ર કરવાનું અભિયાન શરૂ કરાયું ત્યારે દર્દીઓના બ્લડ ગ્રુપ કયા છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. ગોત્રી હોસ્પિટલ ખાતે 292 અને સયાજી ખાતે 192 દર્દીઓના બ્લડ ગ્રૂપની તપાસ કરાઈ હતી.

આ બંને હોસ્પિટલોમાં કુલ 484.દર્દીઓના બ્લડ ગ્રુપનો ડેટા એકત્ર કરાયો હતો. આ તારણ મુજબ B બ્લડ ગ્રુપના દર્દીની ટકાવારી સૌથી વધુ 36.57 હતી. જ્યારે O પોઝિટિવ દર્દીની ટકાવારી 30.67 હતી. એટલે કે 66% દર્દી આબ્લડ ગ્રુપના જ હતા.

કોરોનામાં રંગસૂત્રો અને બ્લડ ગ્રુપનો શું સંબંધ છે ?
મૂળે વડોદરાના અને હાલમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં મેડિકલ જિનેટિક્સ વિભાગમાં પોસ્ટ ડોક્ટરલ ફેલો અર્પિત મિશ્રા કહે છે કે, માનવીના કોષના કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રમાં 3 અબજ જેટલા મૂળાક્ષરો જેવા સ્થાન હોય છે. જેમાંથી 50 લાખ એટલે કે, 0.17% જેટલા સ્થાનમાં આ ગોઠવણી અલગ હોય છે. જેને SNP ( સિંગલ ન્યૂક્લિઓટાઇડ પોલિમોરફિઝમ) કહેવાય છે. આ SNPના ફેરફારને લીધે જ દુનિયાભરના લોકોની ઊંચાઇ, વજન, ત્વચા-વાળના રંગ જુદા હોય છે. અમુક પ્રકારના SNPને કારણે અમુક પ્રકારના રોગ થવાની શક્યતા વધુ હોય છે જ્યારે અમુક રોગ થવાની શક્યતા ઓછી હોય છે, આવા રોગો સામે તેમને કુદરતી રક્ષણ મળે છે.

વૈજ્ઞાનિકોએ કોરોના માટે જવાબદાર SNPની શોધ કરી છે જે rs 657152 છે. જે રંગસૂત્ર 9ની લાંબી શાખા પર છે. આ સ્થાને A અથવા C હોય તો તેને ગંભીર કોરોનાની શક્યતા વધી જાય છે. રસપ્રદ વાત એ છે કે, આ જ લોકેશન પર વ્યક્તિના લોહીનું જૂથ નક્કી કરતું રંગસૂત્રીય જૂથ A,B અને O છે. વૈજ્ઞાનિકોએ સ્પેન અને ઇટલીના કોરોના દર્દીઓ અને તંદુરસ્ત લોકોને લઇને આ અભ્યાસ કરતાં એવી જાણ થઇ કે સર્વગ્રાહી એટલે કે તમામ લોકોનું લોહી જેમને માફક આવે છે તેવા AB બ્લડ ગ્રૂપ અને A બ્લડ ગ્રુપમાં કોરોનાના ગંભીર દર્દી વધુ છે. જ્યારે તમામ લોકોને લોહી આપી શકે તેવા O બ્લડ ગ્રુપમાં આ દર્દીઓ ઓછા છે.

SSG અને ગોત્રીમાં દર્દીઓના બ્લડ ગ્રુપ

ગોત્રી હોસ્પિટલસયાજી હોસ્પિટલ
B પ્લસ ગ્રુપ : 100B પ્લસ ગ્રુપ : 75
0 પ્લસ ગ્રુપ: 810 પ્લસ ગ્રુપ : 67
એ પ્લસ ગ્રુપ : 51એ પ્લસ ગ્રુપ : 54
એબી ગ્રુપ : 30એબી ગ્રુપ : 36
અન્ય : 30અન્ય : 16
કુલ : 292કુલ : 192
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો