• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 6535 Students Of Vadodara Will Be Able To See The Result On The Website Of The Board At 10 O'clock, Curiosity Among Students And Parents

ધો. 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર:વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા, માત્ર 6 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 182 વિદ્યાર્થીએ A-2 ગ્રેડ મેળવ્યો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માત્ર 33 દિવસમાં જ પરિણામ તૈયાર કરાયું

ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા આવ્યું છે. વડોદરામાં માત્ર 6 વિદ્યાર્થીઓએ જ A-1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ માત્ર 33 દિવસમાં તૈયાર કરાયું છે. વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 6535 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

વડોદરાના કયા કેન્દ્રનું કેટલુ પરિણામ
કેન્દ્રનું નામપરિણામ(ટકામાં)
માંડવી56.91
ઇન્દ્રપુરી65.54
સયાજીગંજ71.35
ફતેગંજ75.17
અટલાદરા70.01
રાવપુરા63.45
સમા69.52
માંજલપુર71.18
ડભોઇ55.48
વડોદરામાં કેટલા વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ
ગ્રેડવિદ્યાર્થીઓની સંખ્યા
A-16
A-2182
B-1463
B-2702
C-11003
C-21222
D408
E11
મધ્ય ગુજરાતમાં કયા કેન્દ્રનું કેટલુ પરિણામ
કેન્દ્રનું નામપરિણામ(ટકામાં)
દાહોદ40.19
પંચમહાલ57.87
મહીસાગર50.83
છોટાઉદેપુર47.15
નર્મદા52.89
ભરૂચ68.12

પરિણામો કેમ વહેલા જાહેર કરાયા?
કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ જાય છે. તેવા સંજોગોમાં 2022-23માં ધોરણ 12 પછી યુનિવર્સિટી-કોલેજનું સત્ર સમયસર શરૂ થઇ શકે તે માટે પરિણામો વહેલા જાહેર કરાયા છે.

ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.

ટોપર્સની ટિપ્સ - સારો સ્કોર કરવો હોય તો એક વિષયને પકડી બેસી ન રહો

​​​​​​​રોજનું રોજ વાંચતો, છેલ્લા 3 મહિના પેપરની પ્રેક્ટિસ કરી, હવે નીટમાં સ્કોર કરવો છે
મારા પિતા નોકરી કરે છે અને માતા હાઉસવાઇફ છે.હું ધો 12 શરૂ થયું ત્યારથી પહેલા દિવસથી જ રોજનું રોજ વાંચન કરી લેતો હતો. બાયોલોજીમાં થીયરી પર વધુ ધ્યાન આપ્યું હતું. છેલ્લાં 2-3 માસમાં પેપર પ્રેક્ટિસ જ વધુ કરી હતી. મારે હવે નીટમાં સ્કોર કરી એમબીબીએસ કરવું છે. - હર્ષ પ્રજાપતિ, 634/650​​​​​​​

એમસીક્યુ-સ્પેશિયલ પેપર પર ધ્યાન આપ્યું, ફિક્સ શિડ્યૂલ નહોતું, જે ગમે તે વાંચતો હતો
મારાં માતા-પિતા ડૉક્ટર છે. મેં એમસીક્યુ, સ્પેશિયલ પેપર પર વધુ ધ્યાન આપ્યું હતું. જેઈઈ અને નીટના હાઈ લેવલના પ્રશ્નો સોલ્વ કરતો હતો. મારું ફિક્સ શિડ્યૂલ ન હતું. જ્યારે જે ગમે તે વાંચતો હતો. હવે કમ્પ્યૂટર સાયન્સના ક્ષેત્રે આગળ વધવું છે. મને યુએસની કોલેજમાં એડમિશન મળી ગયું છે. - ધ્રુવ દેસાઈ, 601/650

5 વર્ષનાં પેપર સોલ્વ કર્યાં, થીયરી પર વધુ ધ્યાન આપ્યું
​​​​​​​પિતા પૂજા-પાઠની દુકાનમાં નોકરી કરે છે, માતા ઘરકામ કરે છે. થીયરી પર વધુ ભાર આપ્યો હતો. 3 વખત એનસીઇઆરટી વાંચી હતી. 5 વર્ષનાં પેપર સોલ્વ કર્યાં હતાં. સ્કોર કરવા એક વિષય પકડી બેસી ન રહેવું જોઈએ. મારે હવે કેમિકલ એન્જિનિયરિંગ કરવું છે. - ધ્રુવ રોહિત, 601/650

JEE પર ફોકસ કર્યું, બોર્ડની તૈયારીઓ 5 મહિના જ કરી
પિતા બિઝનેસમેન, માતા હાઉસ વાઇફ છે. IITમાં જવું હોવાથી પહેલો ટાર્ગેટ જેઈઈ હતો. બોર્ડની તૈયારી 4-5 માસમાં કરી હતી. રોજ 16 કલાક વાંચતો હતો. 10 વર્ષનાં પેપરની પ્રેક્ટિસ કરી હતી. કમ્પ્યૂટર સાયન્સમાં જવું છે. પછી માસ્ટર્સ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કરવાની ઈચ્છા છે. - અક્ષત લાઠી, 599/650

રોજ નક્કી કરી વાંચન કરતો, સાથે ગુજકેટની તૈયાર કરી
મારા પિતા નોકરી કરે છે, માતા હાઉસવાઇફ છે. રોજ સવારે નક્કી કરી તેટલું ચોક્કસ વાંચતો હતો. ગુજકેટની તૈયારી સાથે કરી હતી. કેમિસ્ટ્રી-ફિઝિક્સમાં બુકમાં મહત્ત્વના પોઈન્ટ માર્ક કરી તેના પર ફોકસ કર્યું હતું. મારે કમ્પ્યૂટર એન્જિનિયરિંગ કરવું છે. - ભવ્ય શાહ, 590/650

અન્ય સમાચારો પણ છે...