ધરપકડ:65 ગુના આચરનાર બૂટલેગર હુસેન સિંધી સાણંદથી ઝડપાયો, પોલીસના ડરથી ઇમરાન સાથે શહેર છોડી ભાગ્યો હતો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હુસેન સિંધીએ વીડિયો બનાવીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા

65 ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગર હુસેન કાદરમિયા સુન્નીને ક્રાઇમ બ્રાન્ચે સાણંદ પાસેના ગામમાંથી ઝડપી પાડયો હતો. પોલીસના ડરથી હુસેન સિંધી તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ સાથે શહેર છોડીને ભાગી છુટયો હતો અને ત્યારબાદ વિડીયો બનાવીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા. તાજેતરમાં કારેલીબાગ પોલીસે નામચીન હુસેન સિંધીનો દારુ કબજો કરીને તેની સામે 6 ગુના નોંધ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને હુસેન સિંધી અમદાવાદ અને સુરેન્દ્રનગર તરફ છુપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ અમદાવાદ ના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને સાણંદપાસેના ગામડામાં છુપાયેલા હુસેન સિંધી અને તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ ઇસ્માઇલ પઠાણને ઝડપી લીધા હતા.

કારેલીબાગમાં 6 ગુનામાં હુસેન સિંધી વોન્ટેડ હતો જયારે ઇમરાન ઉર્ફે લાલુ 2 ગુનામાં વોન્ટેડ હતો. હુસેન સિંધી સામે શહેરમાં હત્યાની કોશિશ , લૂંટધાડ, ચોરી, ધમકી, દારુ જુગાર, મારામારી, હદપાર, જેલમાં નિયમોનો ભંગ- જાપ્તામાંથી ફરાર સહિતના 65 ગુના ,ં તથા ગુનાહીત પ્રવૃત્તિના કારણે હુસેન સિંધીને 6 વખત પાસામાં ધકેલાયો હોવાનું અને 2 વખત હદપાર કરાયો હોવાનું અને ઇમરાન લાલુ સામે પણ મારામારી, ચોરી- દારુ સહિતના 8 ગુના નોંધાયા હતા.

આત્મવિલોપનની ચીમકી આપનાર બૂટલેગર રમેશ માળી દમણથી ઝબ્બે, રમેશ સામે પ્રોહિબિશન સહિત 20થી વધુ ગુના છે
પોલીસ કમિશનર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપનારા સમાના બુટલેગર રમેશ માળીની પોલીસે દમણથી ધરપકડ કરી હતી જયારે દારુના કેસમાં તેના પુત્ર સતિષ માળીને પણ ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે રમેશ માળી પોલીસના હિસ્ટ્રીશીટર લીસ્ટમાં છે અને તેને 2 વખત પાસામાં ધકેલાયો છે તથા એક વાર તડીપાર પણ કરાયેલો છે અને તેની સામે દારુ અને મારામારીના 20થી વધુ ગુનામાં ધરપકડ પણ કરાયેલી છે. સતીશ રમેશમાળીનો પુત્ર હોવાથી રમેશ બચુભાઇ માળી સમા પોલીસ દ્વારા દારુ વેચવાનું દબાણ કરવામાં આવે છે અનેતેના પુત્રને ખોટી રીતે ગુનામાં સંડોવ્યો છે તેવા આરોપ લગાવી અરજી પોલીસ કમિશનરને કરતાં તે અરજીની એસીપી દ્વારા તપાસ કરાઇ રહી છે. રમેશના પત્ની અને પુત્રએ પણ આ ચીમકી આપી હોવાથી ત્રણેયની અટકાયત કરાઇ હતી. .

અન્ય સમાચારો પણ છે...