વિશ્વ મ્યુઝિયમ દિન:ગુજરાતના સૌથી જૂના ઇન્સ્ટિટ્યૂશનલ મ્યુઝિયમમાં 65 મિલિયન વર્ષ જૂના ડાયનોસોરનાં ઇંડાં, રેલવે મ્યુઝિયમમાં નેરોગેજની યાદો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 18મે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસ છે. ત્યારે શહેરની મ.સ.યુનિની સાયન્સ ફેકલ્ટી અને પ્રતાપનગર રેલ્વે ખાતે આવેલું મ્યુઝિયમ પોતાનામાં અસામાન્ય વારસો ધરાવે છે. સાયન્સ ફેકલ્ટીના જીઓલોજીના મ્યુઝિયમમાં અનેક પ્રકારના પાતાળી ખનીજ, પત્થરો અને જીવસૃષ્ટીના અવશેષો છે. જેનો 56 વર્ષથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 65 મીલીયન વર્ષ જૂના ડાયનોસોરના ઇંડા પણ સચવાયેલા છે.

ટીમને ફિલ્ડ ટ્રીપ પર મધ્ય પ્રદેશના બાઘ ખાતેથી તેમને ઇંડા મળી આવ્યા હતા. આ વિભાગમાં 1965-66માં મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. શિક્ષણ માટે તેનો ઉપયોગ 50 હજાર વિદ્યાર્થીઓએ કર્યો છે. મ્યુઝિયમમાં જળકૃત, અગ્નિકૃત અને વિકૃત ખડકોના અવશેષો સચવાયેલા છે તેમ પ્રો. અતુલ જોશી એ જણાવ્યુ હતું. જ્યારે પ્રતાપનગર રેલવે સંગ્રહાલય સવારના 8થી 11 નાગરિકો માટે ખુલ્લું મૂકાશે.

મ્યુઝિયમના 3 રૂમમાં નેરોગેજ એન્જિનનો લાઈવ ડેમો છે. સાથે ગાયકવાડી ચાંદીનાં વાસણો, રેલવેના સાધનો અને 100 વર્ષ જૂના હાથથી ચાલતું જનરેટર પણ કાર્યરત છે. અંકલેશ્વર-નેત્રંગ વચ્ચે નેરોગેજમાં ઝઘડિયામાં ટ્રેનને પાછી લાવવા એન્જિનની દિશા બદલવા માન્ચેસ્ટરમાં 1874માં બનેલું ટર્ન ટેબલ આકર્ષણનું કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...