રાજ્યમાં અવ્વલ:શહેરના 64.2% નાગરિકોએ બંને ડોઝ લઇ લીધા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે રેન બસેરા, ભિક્ષુક ગૃહ, વૃદ્ધાશ્રમમાં પણ સ્પેશિયલ ડ્રાઇવ

કોવિડ સામે રક્ષણ મેળવવા માટે બંને ડોઝ લેનારા નાગરિકો ની ટકાવારી 64.2% હતા વડોદરા પાલિકા સમગ્ર રાજ્યમાં અવવલ હોવાનો દાવો પાલિકાના સત્તાધીશોએ કર્યો છે. શહેરમાં બુધવારે 10038 લોકોએ રસીનો ડોઝ લીધો હતો. જેમાં 18થી 44 વર્ષની વયના 1201 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 5394 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 734892 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 385608 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. બીજી તરફ શહેરમાં 70 હેલ્થકેર વર્કરે રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. જ્યારે 88 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. બુધવારે 60 કરતા વધુની ઉંમરના 131 લોકોએ પહેલો ડોઝ અને 985 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષ સુધીના 262 લોકોએ પહેલો ડોઝ અને 1907 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો.

શહેરમાં 16 જાન્યુઆરી થી રસીકરણમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરનો કુલ 33574ના લક્ષ્યાંક સામે 10085ને રસીકરણ(બને ડોઝ) કરવામાં આવ્યું છે.જયારે 60થી વધુ ઉંમરના નાગરિકોના 167132 ના ટાર્ગેટ સામે 175745નું રસીકરણ થયું છે.આમ, બંને ડોઝ રસીના અપાયા હોય તેવા 64.2% નાગરિકો નોંધાયા છે કે રાજયની તમામ પાલિકામાં સૌથી વધુ હોવાનો દાવો કરાયો છે. 18થી વધુ ઉમરના લોકો રસીકરણથી વંચિત ન રહે તે માટે મ્યુ. કમિશનર દ્વારા શહેરના તમામ રેન બસેરા,ભિક્ષુક ગૃહ , વૃદ્ધાશ્રમ વિગેરેને આવરી લઇ ખાસ ડ્રાઇવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...