તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગ્નેટ મહિલા:વડોદરામાં 63 વર્ષીય મહિલાને શરીર પર સિક્કા, તાંબુ અને ચમચી ચોંટવા લાગ્યાં, કુતૂહલવશ લોકો જોવા માટે દોડી આવ્યા

વડોદરા3 મહિનો પહેલા
વડોદરામાં મહિલાને પણ શરીર પર સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં વિસ્તારના રહીશોમાં કુતૂહલ સર્જાયુ
  • મહિલા કહે છે કે, કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ લીધા બાદ શરીર પર સિક્કા અને ચમચીઓ જેવી વસ્તુઓ ચોંટવા લાગી છે
  • મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલ કહે છે કે, વૈજ્ઞાનિક રીતે આવુ થવુ શક્ય નથી

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ચમચી અને સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 63 વર્ષના મહિલાને પણ શરીર પર સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં વિસ્તારના રહીશોમાં કુતૂહલ સર્જાયુ હતું. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક રીતે આવુ થવુ શક્ય નથી. આવો કોઇ કિસ્સો હજુ સુધી અમારી પાસે આવ્યો નથી.

આસપાસના લોકો કુતૂહલવશ જોવા માટે દોડી આવ્યા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સુવાસબેન નવીનચંદ્ર રાય નવેમ્બર-2020માં કોરોના પોઝિટિવ થયા હતા અને ત્યાર બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સારવાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ તેઓએ કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. હાલ તેઓ તંદુરસ્ત છે, પરંતુ, સોશિયલ મીડિયામાં શરીર પર ચમચી અને સિક્કા ચોંટવાનો વીડિયો વાઇરલ થયા બાદ તેઓએ દ્વારા પોતાના શરીર પર તેનો પ્રયોગ કર્યો હતો અને સુવાસબેનના શરીર પર ચલણી સિક્કા, ચાંદીના સિકા, તાંબુ અને ચમચી જેવી વસ્તુઓ પણ ચોંટી ગયા હતા. જેને લઇને આસપાસના લોકો કુતૂહલવશ તેમના ઘરે દોડી ગયા હતા.

મહિલા કહે છે કે, કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ લીધા શરીર પર સિક્કા અને ચમચીઓ જેવી વસ્તુઓ ચોંટવા લાગી છે
મહિલા કહે છે કે, કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ લીધા શરીર પર સિક્કા અને ચમચીઓ જેવી વસ્તુઓ ચોંટવા લાગી છે

મારા શરીર પર ચલણી સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ, ચમચીઓ ચોંટવા લાગી
સુવાસબેન રાયે જણાવ્યું હતું કે, કોરોના મુક્ત થયા બાદ કોવિશિલ્ડ વેક્સિનના બંને 2 ડોઝ મે લઇ લીધા છે અને વેક્સિન લીધા બાદ શરીર પર ચમચી અને સિક્કા ચોંટે છે, તેવો વીડિયો જોયા બાદ મે મારા ઉપર પ્રયોગ કર્યો હતો અને મારા શરીર પર ચલણી સિક્કા, ચાંદીના સિક્કા, તાંબુ અને ચમચીઓ જેવી વસ્તુઓ ચોંટવા લાગી છે.

વડોદરામાં શરીર પર સિક્કા ચોંટવાની પ્રથમ ઘટના ઘટના સામે આવી
નાસિકમાં રહેતી 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલના વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. ત્યારબાદ ગુજરાતમાં સુરત, વલસાડ અને પાલનપુર જેવા શહેરોમાં આવી ઘટનાઓ સામે આવી હતી. જોકે, વડોદરા શહેરમાં કોઇના શરીર પર સિક્કા ચોંટવાની આ પ્રથમ ઘટના ઘટના સામે આવી છે.

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલ કહે છે કે, વૈજ્ઞાનિક રીતે આવુ થવુ શક્ય નથી
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.દેવેશ પટેલ કહે છે કે, વૈજ્ઞાનિક રીતે આવુ થવુ શક્ય નથી

સુરતમાં 78 વર્ષના વૃદ્ધા અને 10 વર્ષના બાળકના શરીર પર સિક્કા અને ચમચી ચોંટ્યા
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું હતું. 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો જોયો હતો. આ બાદ તેમણે પણ વિચાર્યું કે આવું તેઓ પણ આ પ્રયોગ કરી જુએ. દરમિયાન પુત્ર પૂનમ જગતાપે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં હતાં. ત્યારબાદ પુનમભાઇના દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગ્યાં હતાં.
વલસાડમાં પણ બની ઘટના
વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલક સંપતસિંગ રાજપુરોહિતે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુક્તની સાથે ચોંટી ગઈ હતી. પહેલાતો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે તે રીતે ચોટી ગયા હતા.

આસપાસના લોકો કુતૂહલવશ તેમના ઘરે દોડી ગયા હતા
આસપાસના લોકો કુતૂહલવશ તેમના ઘરે દોડી ગયા હતા

ગુજરાતના પાલનપુરમાં પણ બની આવી ઘટના
પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તો તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો. પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઊઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે 2 મહિના પહેલાં વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતાં શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...