વિવાદ:પોસ્ટ વિભાગનું BCAને 4 દિવસનું 60 હજાર બિલ, એમઓયુમાં એક દિવસનું ભાડું 4 હજાર હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરણી રોડના મેદાનમાં 4 દિવસ મેચ રમાઈ હતી

હરણી રોડ પીએન્ડટીની માલિકીનું મોરબાગ ક્રિકેટ મેદાન છે જેમાં 4 દિવસ રમાયેલી મેચના રૂા.60 હજારના ભાડાનું બિલ પોસ્ટ વિભાગે બીસીએને મોકલતાં વિવાદ થયો છે. જો બંને પક્ષકારો કહે કે વિવાદ નથી પણ તેનો ઉકેલ આવી જશે. બીસીએ અને પોસ્ટ વિભાગ વચ્ચે એમઓયુ થયા હતાં. પીએન્ડટીના મેદાનના સમારકામ માટે બીસીએ વર્ષે 10 લાખથી વધુ ખર્ચ કરે છે. બીસીએ અને પોસ્ટ વિભાગ વચ્ચેનો એમઓયુ 31 માર્ચે પૂરો થયો હતો. પોસ્ટ વિભાગે 4 દિવસના ભાડા પેટે 60 હજારનું બિલ બીસીએને મોકલ્યું છે.

બીસીએના સીઇઓ શિશીર હટંગડીએ જણાવ્યું કે, એમઓયુની પ્રક્રિયા ચાલુ છે. બિલ સહિતની બાબતો ગ્રાઉન્ડ કમિટીની બેઠકમાં ચર્ચાશે અને કમિટી નિર્ણય લેશે. પોસ્ટના આસિ. ડાયરેક્ટર એસ.કે.બુનકરે જણાવ્યું કે, એમઓયુ અંગે 8 એપ્રિલે બીસીએનો ઇ-મેલ આવ્યો છે. ચર્ચા બાદ નિર્ણય લેવાશે. 60 હજારનું બિલ છે તે એમઓયુ પહેલાંનું અંદાજે 2020નું છે. એમઓયુમાં એક દિવસનું ભાડું 4 હજાર નક્કી થયું હતું. સુખદ ઉકેલ આવશે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...