તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના:60 દિવસ બાદ 105 પોઝિટિવ કેસો નોંધાયા, વધુ 14નાં મોત

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 167 દર્દીને ડિસ્ચાર્જ અપાતાં કુલ 11,926 દર્દી સાજા

શહેરમાં 60 દિવસ બાદ પહેલીવાર શનિવારે કોરોનાના 105 કેસો નોંધાયા હતા. 17મી ઓગસ્ટે કોરોનાના 105 કેસો નોંધાયા બાદ સતત કેસો વધતા જતા હતા. શહેરમાં હવે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 13,702 પર પહોંચી છે. જ્યારે વધુ 14 લોકોનાં મોત થયાં હતાં. કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ‘શહેરમાં 75 દિવસ બાદ પહેલીવાર સક્રિય દર્દીઓની સંખ્યા 2000થી નીચે ગઇ છે. શનિવારે 1930 દર્દીઓ નોંધાયા હતા.

જે ઉપલબ્ધ બેડ 6157ના 31 ટકા જ છે. સપ્ટેમ્બરની 17મીએ સારવાર લેતા દર્દીઓની સંખ્યા 3250 હતી. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જ્યાં 360 દર્દીઓ તમામ પ્રકારના વેન્ટિલેટર પર હતા. શનિવારે આ સંખ્યા 229 નોંધાઇ છે.’ તેમણે નવરાત્રી દરમિયાન સરકારની ગાઇડલાઇન મુજબ કોરોનાથી બચવા માટે સંયમ રાખવાની વડોદરાવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની અત્યાર સુધી 25 હજાર લોકોએ સારવાર લીધી છે છતાં અમુક હોસ્પિટલને બાદ કરતાં બેડની અછત ક્યારેય સર્જાઇ નથી.શનિવારે 167ને ડિસ્ચાર્જ અપાતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 11,926 થઇ છે. હાલમાં 3285 લોકો હજીય ક્વોરન્ટાઇન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો