મહાનગરપાલિકા:6 ગામના સરપંચો ગાંધીનગર તો ગયા પણ સીએમ ન મળ્યાં

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં 7 ગામોનો સમાવેશનાે વિરોધ
  • મંત્રીની ઓફિસમાં બેસી રહેવુ પડયું : આવેદન આપી પરત

મહાનગરપાલિકામાં સમાવેશ કરવા સામેના વિરોધમાં 7 ગામોમાંથી ભાયલી સિવાયના 6 ગામોના સરપંચ મંગળવારે મુખ્યમંત્રીને રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.પરંતુ 4:30 કલાક મંત્રી યોગેશભાઈ પટેલની ઓફિસમાં બેઠા બાદ પણ સરપંચોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થયી ન હતી. નારાજ સરપંચોએ જણાવ્યું હતું કે, ક્યાં તો મુખ્યમંત્રી ને મળવું ન હતું, અથવા તો તેમની પાસે સમય ન હતો.જોકે બંને અવસ્થામાં અમને કોઈ સ્પષ્ટતા મંત્રી યોગેશભાઈ દ્વારા કરવામાં આવી ન હતી.

જેમાં વિનંતી કરી છે કે, જાહેરનામામાં સુધારો કરવામાં આવે અને જે વિસ્તારને વુડા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવેલો છે

બિલ ગામના સરપંચ જય ભટ્ટે  જણાવ્યું હતું કે,અમે હાઈકોર્ટમાં કોર્પોરેશનના નોટિફિકેશન ને પડકારતી અરજી કરી હતી.જેની તારીખ 8 જુલાઈના રોજ છે.હવે અમને હાઇકોર્ટ પર જ ભરોસો છે.  ભાયલી સિવાય અમે બાકીના 6 ગામના સરપંચો મંગળવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી યોગેશભાઈ ની ઓફિસમાં બેસી રહ્યા પરંતુ મુખ્યમંત્રી ન જ મળતા અમે પરત વડોદરા આવી ગયા હતા.  હવે આગળ શું રણનીતિ નક્કી કરવી તેના માટે સરપંચો ભેગા થઇ મિટિંગ કરીશું.મુલાકાત ન થતાં 6 સરપંચોએ મુખ્યમંત્રીની ઓફિસમાં આવેદનપત્ર  આપ્યું હતું. જેમાં વિનંતી કરી છે કે, જાહેરનામામાં સુધારો કરવામાં આવે અને જે વિસ્તારને વુડા દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવેલો છે અને જે સોસાયટી વડોદરા મહાનગર પાલિકાને અડીને આવેલી છે, તેનો હાલ પૂરતો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવે. જ્યારે ગામતળ અને એની આજુબાજુનો વિસ્તાર હાલ પૂરતો પાલિકામાં સામેલ કરવામાં ન આવે.

અન્ય સમાચારો પણ છે...