વડોદરામાં પહેલી વખત કલેક્ટરના હસ્તે 6 ટ્રાન્સજેન્ડરોને જાતિ અંગેના પ્રમાણપત્રનું વિતરણ કરાયું છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોના નિયમો-2020 અંતર્ગત હવે ત્રીજી જાતિ તરીકે ટ્રાન્સજેન્ડરોને ઓળખ મળી છે. કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર માટેના અધિનિયમ હેઠળ શહેરના 6 વ્યક્તિને જાતિ પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.
હવે ટ્રાન્સજેન્ડરોને કોઈ પણ સરકારી કચેરી કે પછી બેંક તેમજ પાસપોર્ટ ઓફિસ સહિત જ્યાં જરૂરી હોય ત્યાં ત્રીજી જાતિ તરીકે ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ રજૂ કરી શકશે. સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, 6 અરજીઓ પૈકી 3 વ્યક્તિ સ્ત્રીમાંથી પુરુષ અને 3 વ્યક્તિ પુરુષમાંથી સ્ત્રી બન્યા હોઇ, તેના ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે. આ હાલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.