નિષ્કાળજી:શહેરમાં નવાં 6 હજાર વાહનો નંબર વિનાનાં

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેકલોગ પૂરો કરવા અને કાગળોની પૂર્તતા કરવા ડીલરોને તાકીદ
  • વાહનમાલિકો જરૂરી દસ્તાવેજો આપતા નથી :ડીલરોનો બળાપો

શહેરમાં અંદાજે 6 હજારથી વધુ વાહનો આરટીઓ દ્વારા જનરેટ કરેલા નંબર વગર ફરે છે બે દિવસ અગાઉ વડોદરા આરટીઓ દ્વારા શહેરના તમામ ડીલરોને અંદાજે 6 મહિનાનો બેકલોગ અંગે પૂરા કરવા અને જરૂરી કાગળો સબમિટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

આરટીઓ દ્વારા શહેરના અંદાજે 23 ડીલરો સામે બેકલોગ અંગે કાર્યવાહી કરી એકાઉન્ટ બ્લોક કરાયા હતા. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ં આરટીઓની તમામ કામગીરી ઓનલાઇન કરાતા બેકલોગ અંગે ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

જેને પગલે વડોદરા આરટીઓમાં ટેક્સ ભરાયેલા પરંતુ કાગળોની પૂર્તતા કરવાની બાકી હોવાને કારણે આ વાહનોના નંબર આરટીઓ દ્વારા જનરેટ કરાયા નથી. વાસ્તવમાં તો કાગળો બાકી હોય એટલે ઓનલાઈન સિસ્ટમ જ નંબર જનરેટ કરતી નથી જેથી આ બેકલોગ વારંવાર દેખાય છે.

7 દિવસ બાદ 500 રૂપિયા દંડ થાય છે
નવા વાહનોનો ટેક્સ ભરાયા બાદ સાત દિવસ પછી કાગળો સબમીટ કરવામાં આવે તો 500 રૂપિયા ડીલરને વાહન દિઠ દંડ થાય છે. 10 દિવસ બાદ બેકલોક ગણાય છે, જે મહિના સુધી માન્ય છે.

ટેમ્પરરી નંબર છ મહિના સુધી માન્ય
નંબર વગરના વાહનોની ડિટેઇલ આરટીઓ પાસે હોય છે માત્ર તેનો નંબર જનરેટ થયો નથી હોતો ટેમ્પરરી નંબર છ મહિના સુધી વેલિડ હોય છે.- આર.સી. ચૌધરી, આરટીઓ ઇન્સપેકટર

ટેક્સની રસીદ જ જમા કરાવતા નથી
ગ્રાહકો પાલિકાના અાજીવન વાહન ટેક્સની રસીદ,અન્ય કાગળો જમા કરાવતા નથી.વાહનની વિગતો આરટીઓમાં અપાય છે, ટેકનિકલ કારણોથી નંબર જનરેટ થતા નથી. - કિન્નર ગાંધી, ટુ વ્હીલર શોરૂમ ડીલર

અન્ય સમાચારો પણ છે...