તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દિલ્હી જતી 6 સ્પેશિયલ ટ્રેન 28 ડિસેમ્બર સુધી રદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંજાબમાં ચાલતા આંદોલનને પગલે નિર્ણય
  • રેલવે તંત્ર દ્વારા 2 ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરાયા

પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે રેલવે દ્વારા દિલ્હી જતી 6 સ્પેશિયલ ટ્રેનને આગામી 28 ડિસેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 2 ટ્રેન ડાઇવર્ટ રૂટ પર ચલાવાશે. રેલવે દ્વારા 30 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી હઝરત નિઝામુદ્દીન-પુના સ્પેશિયલ ટ્રેન, 1 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર પૂના-હઝરત નિઝામુદ્દીન ટ્રેન, મડગાંવ-હઝરત નિઝામુદ્દીન ટ્રેન, હઝરત નિઝામુદ્દીન-મડગાંવ ટ્રેન, અમદાવાદ -હઝરત નિઝામુદ્દીન અને હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બાંદ્રા- અમૃતસર સ્પેશિયલ ટ્રેન અને અમૃતસર -બાંદ્રા ટ્રેન ચંડીગઢ સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ અમૃતસર ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...