વડોદરામાં મહાઠગ હર્ષિલ લિંબાચીયાને સીધી અથવા આડકતરી રીતે મદદગારી કરનારા માંજલપુર પોલીસ સ્ટેશનના 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.
હર્ષિલ લિંબાચીયાના અનેક પોલીસકર્મી સાથે સારા સંબંધો
ઉલ્લેખનીય છે કે, વડોદરાનો હર્ષિલ લિંબાચીયા લોકોને નોકરી, એડમિશન અથવાતો કોન્ટ્રાક્ટ અપાવવાના ઝાંસામાં લઇને ઠગાઇ આચરતો હતો. હર્ષિલ લિંબાચીયા સામે એક પછી એક ઠગાઇની ફરિયાદ નોંધાતા હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તો બીજી તરફ હર્ષિલ લિંબાચીયાના અનેક પોલીસકર્મી સાથે સંબંધો સારા હોવાનું સામે આવતા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે માંજલપુર પોલીસ મથકના 6 કર્મીઓની સંડોવણી સામે આવી હતી. જેના પગલે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.
હોસ્પિટલમાં હર્ષિલને પુરતી છુટ મળે તેવી બેદરકારી
મળેલી માહિતી મુજબ તાજેતરમાં યુપી પોલીસ હર્ષિલ લિંબાચીયાની ધરપકડ કરવા આવી હતી. ત્યારે માંજલપુર પોલીસ મથકમાંથી હર્ષિલ ભાગી નીકળ્યો હતો. આ સમયે માંજલપુર પોલીસ મથકમાં સંજય સુર્યકાન્ત (વાયરલેસ પર હાજર) તથા પ્રજ્ઞાબેન હસમુખ ભાઇ હાજર હતા. મામલાની તપાસમાં બંનેની બેદરકારી છતી થતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હર્ષિલને દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હર્ષિલને પુરતી છુટ મળે તેવી બેદરકારી દાખવવા બદલ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંગે મનોજ દેવીદાસ, ઠાકોરભાઇ શનાભાઇ, વાહીદ નબીજીભાઇ, અને અલ્પરાતની બેદરકારી છતી થતાં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોણ કોણ સસ્પેન્ડ?
ખોટાં કામમાં સાથે હતાં તે બચ્યા બીજા ફસાયાની ચર્ચા
મહા ઠગ હર્ષિલના ખાસ કહેવાતા, ખોટા ધંધામાં સાથ આપનાર માંજલપુર પોલીસ મથકના પોલીસ કર્મીઓ બચ્યા અને બીજા સસ્પેન્ડ થયા હોવાની ચર્ચા છે. જોકે કોર્ટમાંથી ભગાડી દેવામાં અને સારવાર સમયે જાપ્તામાં બેદરકારી હોવાનું બહાર આવતાં 6ને સસ્પેન્ડ કરાયા છે. બીજા સામે તપાસ ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મચારીઓ રૂપિયા 50 લાખના નકલી સોનાના બિસ્કિટમાં ભેરવાયા
વાસદખાતે નોંધાયેલા રૂપિયા 50 લાખના નકલી સોનાના બિસ્કીટ પધરાવી દેવાના મામલા માં વડસરના માથાભારે ભાલીયા બંધુઓ સાથે સિટી પોલીસ મથકના પીએસઆઈ હિતેશ વસાવા, માંજલપુર પોલીસ સ્ટેશનના રઘુનાથ, ફતેગંજ પોલીસ મથકના અમરદીપ સિંહની ગુનામાં સંડોવણી હોવાનો રિપોર્ટ આણંદ એસપીએ વડોદરા પોલીસને કરતા ત્રણેવને સસ્પેન્ડ કરાયા હોવાનું ડીસીપી યશપાલ જગાનીયાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.