તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:રણુ ગામમાં જમીનના ઝઘડામાં એક વ્યક્તિને 6 લોકોએ જ્વલનશિલ પ્રદાર્થથી સળગાવી હત્યાનો પ્રયાસ કર્યો

વડોદરા9 મહિનો પહેલા
  • દાઝેલા વ્યક્તિને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

પાદરા તાલુકાના રણુ ગામના કસ્બા વિસ્તારમાં જમીનના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 6 શખ્સોએ ભેગા થઈને પાડોશીને જ્વલનશિલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. દાઝી ગયેલા વ્યક્તિને પાદરા સરકારી દવાખાને સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે. પાદરા પોલીસે 6 આરોપી સામે ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામના કસ્બા વિસ્તારમાં રહેતા મુબારકશા ઈબ્રાહીમશા દિવાન(ઉં.47) સોમવારે રાત્રે ઘરે હાજર હતા. ત્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે પાડોશી હુસેન કાયમ ચૌહાણે તેમની જમીન પર બાઇક મુકેલી હતી. જ્યાં બાઇક મુકી હતી તે આ જમીન બાબતે બંને વચ્ચે તકરાર થતા હુસેન ચૌહાણના કુટુંબીજનો દોડી આવ્યા હતા અને મુબારકશા દિવાનને માર મારીને જ્વલનશિલ પ્રવાહી તેની ઉપર ઢોળી દીધુ હતું. અને દીવાસળી ચાંપી દીધી હતી. બુમરાણ થતાં તેની પત્ની અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા. જેથી તેને પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી. જ્યાં દાઝેલા મુબારકશાને 108 દ્વારા તાત્કાલિક પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે. પાદરા પોલીસે  ફરિયાદના આધારે હુસેન ચૌહાણ સહિત 6 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો