તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:6 દર્દીને ઓનલાઇન પ્રાણાયમ કરાવી 14 દિવસ ઓક્સિજન લેવલ જાળવ્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગ-પ્રાણાયામ થકી 500 દર્દીનું ઓક્સિજન લેવલ જાળવી રાખવામાં મદદ કરતા યોગ શિક્ષકો

યોગ દ્વારા માત્ર 3 આંગળીઓની મદદથી પ્રાણ મુદ્રા, ધ્યાન મુદ્રા અને પ્રાણાયામ દ્વારા શહેરમાં કોરોના પોઝિટિવ 500 જેટલા દર્દીઓનું ઓક્સિજન લેવલ વધારી તેમને ઘરે રહીને સાજા કરવાનું કામ શહેરના યોગ શિક્ષકો કરી રહ્યા છે. દર્દીઓનું ઓક્સિજન લેવલ વધતાં તેમનામાં હિંમત આવે છે અને મનોબળ મક્કમ કરી તેઓ કોરોનાને માત આપી રહ્યા છે.

માંજલપુર વિસ્તારમાં રહેતાં ભાવિનીબેન ઠક્કરે કોરોનાના 6 દર્દીઓને ઓનલાઇન પ્રાણાયામ કરાવી છેલ્લા 14 દિવસથી તેમનું ઓક્સિજન લેવલ ટકાવી રાખ્યું છે. તેમના મુજબ કોરોનાના દર્દીઓમાં અશક્તિ હોવાને કારણે તેઓ પૂરું સેશન કરી શકતાં નથી, માત્ર પ્રાણાયામ દ્વારા આખા દિવસમાં ઓક્સિજન લેવલ વધારે છે. આ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા સાથે કનેક્ટ કરી વીડિયો ક્લિપ મોકલી મુદ્રાઓ અને પ્રાણાયામ શીખવાડાય છે.હાલમાં કોરોનાના કેસોમાં ઓક્સિજન ઘટી જતો હોવાની ફરિયાદો વધી છે. ત્યારે યોગ થકી લેવલ જાળવ

હીલિંગ, કાઉન્સેલિંગ અને પ્રાણાયામ માટે કમિટી બનાવી
ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલા નેચરોપથીના તબીબ ડો. મોદીએ 28 લોકોની કમિટી બનાવી 24 કલાક કોરોના દર્દીઓને સહાય, કાઉન્સેલિંગ અને રેકી મળી રહે તેમજ તેઓને મેડિકલ માટે પણ મદદ થઈ શકે તેવા ઉદ્દેશ્યથી 28 લોકોની કમિટી બનાવી સોશિયલ મીડિયા પર તેમના નંબર અને વિગત મૂકવામાં આવી છે. આ સાથે તેઓ કોરોના દર્દીઓનું આત્મબળ વધારવા માટે ધ્યાન મુદ્રા પણ શીખવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...