કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 6 કેસ, 2 દર્દીને ડિસ્ચાર્જ અપાયો, બીજા ડોઝનું રસીકરણ 85.38% ઉપર પહોંચ્યું

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ વડોદરા શહેરમાં 56 દર્દીની કોરોનાની સારવાર ચાલી રહી છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 6 કેસ આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,289 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,610 ઉપર પહોંચી ગઇ છે.

છેલ્લા 36 કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ આવતા હવે કુલ કેસની સંખ્યા 72289 થઇ ગઇ છે. શહેરના સવાદ, માણેજા, મકરપુરા, અકોટા અને સુભાનપુરા વિસ્તારમાં કોરોનાના નવા દર્દીઓ આવ્યાં હતા. હાલમાં શહેરમાં 56 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ પૈકી માત્ર 4 દર્દીઓની સ્થિતિ ચિંતાજનક છે. ગુરૂવારે 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ આવ્યો ન હતો. જ્યારે એસએસજીમાં હાલમાં 10 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

વધુ 1800નું રસીકરણ થયા
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ગુરુવારે માત્ર 1806 લોકોએ રસી મુકાવી હતી. આ સાથે શહેરમાં રસીના બંને ડોઝ લેનારની ટકાવારી 85.38% સુધી પહોંચી હતી. જ્યારે રસીનો પ્રથમ ડોઝ લેનાર 716 લોકો નોંધાયા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ શહેરમાં રસીકરણ પૂર્ણતાના આરે હોય તેવું જણાય છે. 84 દિવસ બાકી છે તેવા લોકો જ રસીકરણમાં બાકી રહ્યા છે. બેકલોગ નહીં હોવાનું આરોગ્ય વિભાગ જણાવે છે ત્યારે ગુરુવારે રસીનો બીજો ડોઝ લેનારની સંખ્યા 1090 નોંધાઇ હતી. આગામી દિવસોમાં કોરોનાની લહેર સામે લડવા માટે શહેર નાગરિકો 100 ટકા રસીકરણ સાથે સજ્જ થશે તેવું આરોગ્ય વિભાગનું અનુમાન છે.

કુલ રસીકરણ 28,08,485 ગુરુવારનું રસીકરણ 1806 પ્રથમ ડોઝ 15,19,331 100.63% બીજો ડોઝ 12,89,154 85.38%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,785 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,283 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9692 પશ્ચિમ ઝોનમાં 12,078, ઉત્તર ઝોનમાં 11,844, દક્ષિણ ઝોનમાં 11,854, વડોદરા ગ્રામ્યમાં 26,785 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...