કોરોના વડોદરા LIVE:શહેરમાં 36 કલાકમાં કોરોનાના નવા 6 કેસ, બીજા ડોઝનું રસીકરણ ધીમુ થયું, એક દિવસમાં માત્ર 2103 લોકોને રસી મૂકાઇ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,608 ઉપર પહોંચી ગઇ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 6 કેસ આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,283 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,608 ઉપર પહોંચી ગઇ છે.

4 દર્દીઓની સ્થિતિ ચિંતાજનક છે
છેલ્લા 36 કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ આવતા હવે કુલ કેસની સંખ્યા 72283 થઇ ગઇ છે. શહેરના સેવાસી, તાંદળજા, માંજલપુર અને છાણીમાં કોરોનાના નવા દર્દીઓ આવ્યાં હતા. હાલમાં શહેરમાં 52 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ પૈકી માત્ર 4 દર્દીઓની સ્થિતિ ચિંતાજનક છે. કારણ કે તેમને ઓક્સિજન પર સારવાર આપવામાં આવી રહી છે. બુધવારે 6 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ આવ્યો ન હતો. જ્યારે એસએસજીમાં હાલમાં 10 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

વધુ 2103 લોકોને રસી આપવામાં આવી
રસીકરણ દરમિયાન બુધવારે 2103 લોકોને રસી આપવામાં આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી સમયમાં રસી મુકાવનારની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. બેકલોગ નહિવત્ હોવાથી તેમજ પહેલો ડોઝના 84 દિવસ પૂરા થવાના બાકી હોવાથી રસીકરણની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. બીજી બાજુ 85 ટકા ઉપરાંત લોકોએ રસી મુકાવી લીધી છે, જેને પગલે શહેરનું રસીકરણ પૂર્ણતા તરફ જઇ રહ્યું હોવાનું જણાય છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,782 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,283 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9691 પશ્ચિમ ઝોનમાં 12,075, ઉત્તર ઝોનમાં 11,843, દક્ષિણ ઝોનમાં 11,850, વડોદરા ગ્રામ્યમાં 26,782 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...