દારૂની મહેફિલ પર રેડ:વડોદરામાં અકોટા વિસ્તારની શ્રીજીનગર સોસાયટીમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલી બર્થ ડે ગર્લ સહિત 6 નબીરા ઝડપાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોત્રી પોલીસનો દારૂની મહેફિલ ઉપર દરોડો. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ગોત્રી પોલીસનો દારૂની મહેફિલ ઉપર દરોડો. (ફાઈલ તસવીર)

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બર્થ-ડે નિમિત્તે આયોજીત પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલી બર્થ-ડે ગર્લ સહિત 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અકોટાની શ્રીજીનગર સોસાયટીમાં એક યુવતી દ્વારા પોતાના બર્થ-ડે નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટાની સોસાયટીમાંથી દારુની મહેફિલ માણતા બે યુવતી સહિત 6 નબીરાઓ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી.

નબીરાઓનો નશો ઉતરી ગયો
મળેલી માહિતી પ્રમાણે ગોત્રી પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇને અકોટા વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પૂજા કોર્ટ-1 શ્રીનગર સોસાયટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે તેઓ મહિલા પોલીસ, પંચો તેમજ અન્ય સ્ટાફની મદદ લઇને પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ મહેફિલ માણી રહેલા નબીરાઓનો દારૂ ઉતરી ગયો હતો.

અડધી દારૂની બોટલ મળી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દારૂની મહેફિલ માણી રહેલી બે યુવતીઓ અને ચાર યુવાનો પૈકી એક યુવતીની બર્થ-ડે હતી. જેથી આ યુવતીએ પોતાની સહેલીના ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. જે પાર્ટીમાં તેને પોતાના મિત્રોને બોલાવ્યા હતા. બર્થ-ડે પાર્ટીનું આયોજન કરનાર તેમજ તેના મિત્રો અગાઉ સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા. પોલીસે પાર્ટીના સ્થળેથી દારૂની બોટલ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ઝડપી પાડેલા યુવાનો-યુવતીઓ
અસ્મિતા ઇન્દ્રજીતસિંહ જાડેજા (ઉં.25 ) રહે. બી-1, વત્સલ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર, અમદાવાદ).
મૈત્રી સમીરભાઇ મહેતા (ઉં.24) રહે. બી-1, વત્સલ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર, મૂળ વતન શ્રીનાથજી સોસાયટી, લખતર, સુરેન્દ્રનગર)
સ્નેહ ઉર્ફ જીમી પ્રફૂલકુમાર ગામડીયા (ઉં.28) રહે. એમ-204, દર્શનમ્ સેન્ટ્રલ પાર્ક, સયાજીગંજ, વડોદરા)
શ્રેય ઓમપ્રકાશ મિશ્રા (ઉં.28) રહે. 13-298, સર્વેશ્વર ફ્લેટ, ગોરવા, વડોદરા)
સાર્થક ઉર્ફ સારથી વિજય પ્રકાશ મિશ્રા (ઉં.વ.25) 13, 298, સર્વેશ્વર ફ્લેટ, ગોરવા, વડોદરા)
મનન હેમંતભાઇ દેશાઇ (ઉં.25) બી-39, કેન્દ્રનગર સોસાયટી, સુખધામ મંદિર, ઉમા ચાર રસ્તા, વાઘોડિયા રોડ વડોદરા)

જામીન ઉપર મુક્ત
ગોત્રી પોલીસે દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા તમામ યુવાનો-યુવતીઓ પાસેના 6 મોબાઇલ ફોન, બે મોપેડ સહિત રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોત્રી પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસ દ્વારા તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરીને જામીન ઉપર મુક્ત કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...