તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:13 તોલાના દાગીના ચોરી થયાની 6 મહિને ફરિયાદ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુલાઈમાં અક્ષરચોકના હીરા નગરમાં ચોરી થઇ હતી
 • દાગીના શોધવા છતાં ના મળતાં ગુનો દાખલ

શહેરના જૂના પાદરા રોડ પર અક્ષર ચોકની હીરા નગર સોસાયટીના મકાનમાંથી ગત જુલાઇ માસમાં તિજોરીમાંથી તસ્કરોએ ચાવીઓથી લોક ખુલ્યા બાદ અંદાજે 13 તોલાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

હીરા નગર સોસાયટીમાં રહેતા હેતલબેન તૃપ્તેશ કુમાર સુથારે જે પી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ બાપોદ વાઘોડિયા રોડ ખાતે પ્લે સેન્ટર સ્કૂલ ચલાવે છે અને તેમના પતિ જામનગર નોકરી કરે છે. ગત 16 જુલાઈએ સાંજના સમયે તેઓ પતિ અને પરિવાર સાથે મકાનને તાળુ મારી બાપોદમાં રહેતા તેમના જેઠના ઘરે ગયા હતા અને રાતે દસ વાગ્યાના અરસામાં ઘેર પરત આવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે 17 જુલાઈએ તેઓ દવા શોધતા હતા તે દરમિયાન તેમની લોખંડ ની તિજોરી ના ખાના જોવા જતા, જેમાં પ્લાસ્ટિક ના ડબ્બામાં રાખેલી સોનાની બંગડીઓ જોવા મળી ન હતી તેથી તેમણે તપાસ કરતા અન્ય દાગીના પણ જોવા મળ્યા ન હતા આ ઉપરાંત તેના સસરાના કબાટમાં પણ તપાસ કરતા દાગીના જોવા મળ્યા ન હતા. તપાસ દરમિયાન અંદાજે 13 તોલા ના અલગ અલગ પ્રકારના સોના-ચાંદીના દાગીના ની ચોરી થઇ હોવાનું જણાયુ હતું તેમણે આ મામલે પોલીસમાં જણાવ્યું હતું કે આ ચોરી અંગે ફરિયાદ કરવા માટે તે સમયે તેમનો પરિવાર સહમત ન હોવાથી તેમણે માત્ર અરજી કરી હતી પરંતુ છ મહિનામાં ચોરીમાં ગયેલા દાગીના વિશે કોઇ ભાળ ન મળતા તેમણે ફરિયાદ નોંધાવી હતી તસ્કરોએ તિજોરીના ડ્રોવરમાંથી ચાવીઓ કાઢ્યા બાદ ચાવીની મદદથી લોક ખોલી અંદાજે 3.19 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું પોલીસમાં જણાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોના નિવેદનો લઈ તપાસને ગહન બનાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો