તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામૂહિક આપઘાત:થમ્પ્સ અપમાં ઝેર મેળવીને પીધા બાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરી યુવકે કહ્યું- આખા પરિવારે ઝેર પી લીધું છે, ઘરને તાળું માર્યુ છે અને ચાવી બહાર નાખી છે

વડોદરાએક મહિનો પહેલા
  • સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં સોની પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત
  • 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા

વડોદરામાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.આ બનાવમાં થમ્પ અપમાં ઝેર મેળવીને પીધા બાદ ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે, આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યુ છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો.

આર્થિક સંકડામણે આપઘાત કરવા મજબૂર કર્યા
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડા રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતા અને બીજે ધંધો બરાબર ન ચાલતા બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. જેમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનું કરૂણ મોત થયું છે. જ્યારે મોટો દીકરો અને તેની પત્ની સહિતના 3 પરિજનો હાલ સારવાર હેઠળ છે.

ઘર વેચી ભાડે રહેતા હતા
સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં જ મકાન નંબર 18માં રહેતા લોકડાઉન વખતે જ આર્થિક સ્થિતિ કથળી જતાં નરેન્દ્ર સોનીએ ઘર વેચી દેવું પડ્યું હતું. આઠ માસ પૂર્વે એમને આ મકાન 26 લાખમાં વેચી દીધું હતું. એટલું જ નહીં પરિવારની હાલત એટલી હદે કથળી ગઈ હતી કે વેચેલા મકાનને બદલે સોસાયટીમાં જ અન્ય મકાનમાં ભાડે રહેવા જવું પડ્યું હતું. ઓછામાં પૂરતું પ્લાસ્ટિકનો પરચૂરણ ધંધો પણ ભાંગી પડતા દુકાન પણ વેચી દેવી પડી હતી. વેચેલા મકાનના નાણાં ન મળતા હાલત કફોડ બની હતી.

સામૂહિક આપઘાતના બનાવમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
સામૂહિક આપઘાતના બનાવમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

ભાવિન કોમ્પ્યુટર રિપેરિંગનું છૂટક કામ કરતો
મકાન વેચીને પૈસા ન મળતાં અને નવું મકાન ખરીદી લીધું હોવા છતાં નાણાની વ્યવસ્થા ન કરી શકનાર ભાવિન સોની અને તેનો પરિવાર આર્થિક સંકડામણાં આવી ગયો હતો. તે કોમ્પ્યુટર રિપેરિંગનું છૂટક કામ કરતો હતો. જ્યારે તેની પત્ની ઉર્વી ઘરકામ કરતી હતી.

બેની હાલત ગંભીર એકની સ્ટેબલ
દવા પીધા બાદ ગંભીર હાલતમાં સોની પરિવારના 3 સભ્યોને છાણીમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં દિપ્તી સોની અને ભાવિનની પત્ની ઉર્વી સોનીની હાલત ખરાબ છે અને બંનેને ICUમાં ખસેડાયા છે. જ્યારે ભાવિન સોનીની તબિયત સ્ટેબલ છે.

મૃતકોમાં નાની બાળકી પણ સામેલ છે
મૃતકોમાં નાની બાળકી પણ સામેલ છે

આર્થિક સ્થિતિ બગડતાં ઘર અને દુકાન પણ વેચી દીધી
વડોદરાના સોની પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. જેમાં 3 હાલ સારવાર હેઠળ છે. ઘરે વેચી દેતા તેઓ શિવશક્તિ નામના મકાનમાં ભાડે રહેતા હતા. ભાડાના જ મકાનમાં આખા પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે સોસાયટીમાં આવેલા 18 નંબરનું મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો