ભરઉનાળે કકળાટ:શહેરના 6 લાખ લોકોને આજથી 7 દિવસ ઓછા પ્રેશરથી પાણી મળશે, નર્મદા કેનાલના સમારકામને પગલે અસર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 21 એપ્રિલ સુધી પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના લોકોને મુશ્કેલી પડશે

શહેરમાં 7 દિવસ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના 6 લાખ લોકોને ઓછા પ્રેશરથી પાણી અપાશે. નર્મદા કેનાલનું સમારકામ કરાનાર હોવાથી ભરઉનાળે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં 7 દિવસ પાણીનો કકળાટ સહન કરવો પડશે. જ્યારે છેલ્લા 2 દિવસ 15થી 20 મિનિટ પાણીનો કાપ ભોગવવો પડશે.ઉનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં આગામી 7 દિવસ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળશે તેવી જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ કરવામાં આવશે.

આ સમારકામ 15થી 21 એપ્રિલ સુધી હાથ ધરાશે. પાલિકા નર્મદા કેનાલમાંથી 75 એમએલડી પાણી લે છે. શેરખી ઇન્ટેક વેલથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી મેળવવામાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો થશે. જેના કારણે 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી ખાનપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પાણીનો જથ્થો ઓછો મળવાથી પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર 6 લાખ લોકો અસરગ્રસ્ત થશે.

7 દિવસ સુધી ગાયત્રીનગર ટાંકી, હરીનગર ટાંકી, તાંદલજા ટાંકી, દક્ષિણ વિસ્તારની જીઆઇડીસી ટાંકી અને માંજલપુર ટાંકીમાં હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે.પાલિકા પાણી પુરવઠા વિભાગના અધિકારી અમૃત મકવાણાના જણાવ્યા મુજબ નર્મદા કેનલનો દરવાજો બેસાડવામાં આવશે. પાણીનો પૂરતો જથ્થો મળશે પરંતુ સાત દિવસમાં છેલ્લા બે દિવસ પાણીનો 15થી 20 મિનિટનો કાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...