તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જરોદની ધનરાજ હોસ્ટેલમાંથી વાઘોડિયા તાલુકા પંચાયતના સદસ્ય સહિત 6 જુગારીઓ પકડાયા, 6.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલા જુગારીઓની તસવીર - Divya Bhaskar
પકડાયેલા જુગારીઓની તસવીર

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદમાં આવેલી ધનરાજ હોસ્ટેલમાં જુગાર રમી રહેલા હોસ્ટેલના માલિક પુત્ર, વાઘોડિયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય સહિત 6 જુગારીયાઓને રૂપિયા 6.28 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયાના જરોદ ગામમાં ગાયત્રી નગર સોસાયટીના નાકે ધનરાજ હોસ્ટેલમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી વાઘોડિયા પોલીસને મળતાં પોલીસે શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમમાં દરોડો પાડતાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તથા વેપારી મંડળના પ્રમુખ અને હોસ્ટેલનો માલિક સહિત 6 જુગારી ઝડપાયા હતા. પોલીસે એક કાર, 3 એક્ટીવા અને 1 બાઇક મળીને 4.80 લાખના વાહનો તથા 6 મોબાઇલ તથા 98700 રુપીયા રોકડા મળી 6.28 લાખની મતા જુગારી પાસેથી જપ્ત કરી તમામની અટકાયત કરી હતી.

જરોદની ઘનરાજ હોસ્ટેલમાં જુગાર રમાતો હોવાની બાતમી વાઘોડીયા પોલીસને મળી હતી. પોલીસે શનિવારે સાંજે 5 વાગે હોસ્ટેલમાં તપાસ કરતાં બીજા માળે આવેલી રુમમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું. જેથી પોલીસે દરોડો પાડતાં પત્તાનો જુગાર રમી રહેલા વાઘોડીયા તાલુકા પંચાયતની જરોદ બેઠકના ભાજપના સભ્ય તથા જરોદ વેપારી મંડળના પ્રમુખ ઉપરાંત બિલ્ડર અને ધનરાજ હોસ્ટેલનો માલીક સહિત 6 નબીરા જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા.

મોડી સાંજે તમામ જુગારીને વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જરોદના મોટા માથા જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. હાલ કોરોના કાળના કારણે હોસ્ટેલ બંધ છે જેનો ફાયદો આ શખ્સોએ ઉઠાવ્યો હતો અને હોસ્ટેલના બીજા માળે જુગાર રમતા હતા.

જરોદમાં આવેલી ધનરાજ હોસ્પિટલની તસવીર
જરોદમાં આવેલી ધનરાજ હોસ્પિટલની તસવીર

વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. એ.એલ. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, જરોદમાં ધનરાજ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલના બીજા માળે રૂમ નંબર 102માં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે સ્ટાફ સાથે દરોડો પાડી જુગાર રમી રહેલા 6 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જુગારીઓ સાથે જુગારના દાવ પરની રોકડ રકમ રૂપિયા 98,710, એક કાર, 5 ટુ-વ્હિલર, 6 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા જુગારીઓના નામ

  • જરોદ વેપારી મહાજન મંડળના માજી પ્રમુખના પુત્ર હરેશકુમાર ધનરાજ સિંધી
  • વાઘોડિયા તાલુકા પંચાયતના જરોદ બેઠકના ભાજપના સભ્ય વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ
  • બિલ્ડર વિજય રતિલાલ પંચાલ
  • જરોદ વેપારી મહાજન મંડળના પ્રમુખ કૃણાલ પ્રદિપ શાહ
  • નિરવ ઠાકોરભાઇ પટેલ અને સલિમ ઇસ્માઇલ ઘાંચી
અન્ય સમાચારો પણ છે...