તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 6 Feet Long Crocodile Entered The Farm Of Ganpatpura Village In Vadodara, GSPCA Team Rescued The Crocodile And Handed It Over To The Forest Department.

મગરનું રેસ્ક્યૂ:વડોદરાના ગણપતપુરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર ઘૂસી આવતા દોડધામ મચી, GSPCAની ટીમે મગરને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીએસપીસીએ અને વન વિભાગ દ્વારા 6 ફૂટ લંબાઇનો મગર રેસ્ક્યૂ કર્યો - Divya Bhaskar
જીએસપીસીએ અને વન વિભાગ દ્વારા 6 ફૂટ લંબાઇનો મગર રેસ્ક્યૂ કર્યો
  • GSPCA સંસ્થાએ વન વિભાગની મદદ લઇને મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો

વડોદરા શહેર નજીક આવેલા ગણપતપુરા ગામની સીમમાંથી જીએસપીસીએ અને વન વિભાગ દ્વારા 6 ફૂટ લંબાઇનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. વન વિભાગ દ્વારા મગરને પુનઃ સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે.​​​​​​

6 ફૂટના મગરને સાવચેતીપૂર્વક પકડીને વન વિભાગમાં સોંપાયો
આજે વહેલી સવારે જીએસપીસીએના હેલ્પલાઇન નંબર પર દુમાડ ગામથી આગળ આવેલા ગણપતપુરા ગામના ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. જેથી ખેતરમાં રહેતા સાગરભાઇ ઠાકોરે તેઓના ખેતરમાં મગર આવી પહોંચ્યો હોવાનો કોલ કર્યો હતો. જેને પગલે જીવદયા પ્રેમી રાજ ભાવસારે પોતાની જીએસપીસીએની ટીમના સ્વયંસેવક, રીનવ કદમ, મેહુલ પટેલ, કરણ પરમાર, નરેન્દ્ર ચૌહાણ, વિમ્લેશ પાંડે અને સામાજિક વનીકરણ વિભાના જીગ્નેશ પરમારને સાથે રાખીને ગણપતપુરા ગામના ખેતરમાં આવી ગયેલા 6 ફૂટ લાંબા મગરને સાવચેતીપૂર્વક પકડીને વડોદરા વન વિભાગમાં સોંપી દીધો હતો.

GSPCA સંસ્થાએ વન વિભાગની મદદ લઇને મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
GSPCA સંસ્થાએ વન વિભાગની મદદ લઇને મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો

ચોમાસામાં વિશ્વામિત્રી નદીના મગરો આસપાસના વિસ્તારોમાં પહોંચી જાય છે
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો નદી કિનારાની આસપાસના વિસ્તારોમાં પહોંચી જાય છે. ક્યારેક આવા મગરો માનવ જિંદગી માટે પણ જોખમ પુરવાર થતા હોય છે. તે સાથે ચોમાસામાં સરીસૃપ નીકળવાની ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા માનવ જિંદગી જોખમાય તે પૂર્વે મગર અને સરીસૃપોને પકડીને સલામત સ્થળે છોડી દેવાની કામગીરી કરે છે.

મગરને રેસ્ક્યૂ કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
આજે વડોદરા નજીક આવેલા ગણપતપુરા ગામના ખેતરમાં છ ફૂટ લાબો મગર ધસી આવતા ચકચાર મચી ગઇ હતી, જોકે, જીએસપીસીએ સંસ્થાએ વન વિભાગની મદદ લઈને મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...