હુકુમ:એન્થોનીને ભગાડનાર PSI સહિત 6ના જામીન નામંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની-બહેને પણ જામીન અરજી કરી હતી, અજય, મેહુલ, કશ્યપે પણ અરજી કરી હતી

કુખ્યાત ગુનેગાર એન્થોનીને ભગાડવાના ચકચારી બનવામાં સંડોવાયેલા પીએસઆઇ ડામોર, આરોપી એન્થોનીની પત્નિ અને બહેન તેમજ અન્ય ત્રણ આરોપીઓએ જામીન અરજી મુકી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ તમામ અરજદારોની અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બૂટલેગર અનિલ ઉર્ફે એન્થોનીને તા.6 મેના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેના બંદોબસ્તમાં પીએસઆઇ જે.પી.ડામોર હતા. આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણતા હોવા છતાં પીએસઆઇ તેને હોટલ પુજા પર લઇ ગયા હતા.

જ્યાં એન્થોનીને મળવા માટે તેની પત્ની અને બહેન સહિતના લોકો આવ્યાં હતા. પીએસઆઇ આરોપીને હોટલમાં મુકીને જમવા માટે જતા રહ્યાં હતા અને એન્થોની ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં પીએસઆઇ જે.પી.ડામોર, એન્થોનીની પત્નિ સુમન, તેની બહેન જયશ્રી તેમજ એન્થોનીને ભગાડવામાં મદદ કરનાર આરોપી અજય ગાયકવાડ, મેહુલ ચાવડા અને કશ્યપ સોલંકીએ જામીન અરજી મુકી હતી.

સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરાઇ હતી કે, એન્થોનીને ભગાડવામાં તમામ અરજદારોની ભુમીકા સ્પષ્ટ જણાઇ રહી છે. પીએસઆઇ ડામોર એન્થોનીના ગનાહીત ભૂતકાળથી વાકેફ હોવા છતાં તેને હોટલમાં લઇ ગયા હતા અને તેને હોટલમાં મુકીને જમવા જતાં રહ્યાં હતા. ન્યાયાધીશે બન્ને પક્ષે રજૂઆત સાંભળી તમામની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...