તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારધામ પર રેડ:વડોદરાના નાગરવાડામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ધાબામાં જુગાર રમતા 6 ઝડપાયા, સંચાલક ફરાર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કારેલીબાગ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
કારેલીબાગ પોલીસ સ્ટેશન
 • પોલીસે મકાનના ધાબા પર દરોડો પાડતા 6 જુગારી 68 હજાર ઉપરાંતની મત્તા સાથે ઝડપાયા

કોરોના મહામારીને પગલે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે નાગરવાડા વિસ્તારમાં રાત્રે 11:00 વાગ્યે મકાનના ધાબે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 જુગારીને ઝડપી પાડ્યા હતા, જ્યારે જુગારધામનો સંચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 68 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી તમામ જુગારીની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

પોલીસે બાતમીને આધારે રેડ પાડતા જુગારીયા ઝડપાયા
કારેલીબાગ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, નાગરવાડા નવીધરતી કાઠીયાવાડી ચાલીમાં રહેતો જીતુભાઈ ભગાભાઈ મારુ તેના મકાનના ધાબા ઉપર કેટલાક વ્યક્તિને બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા હિતેશ માળી(રહે, સ્વાતિ સોસાયટી, સમા) મનીષ બારોટ(રહે, બારોટ મહોલ્લો, સલાટવાડા) ધર્મેશ ખુમાણ, યોગેશ બારીયા(બને રહે, કાઠીયાવાડી ચાલી, નાગરવાડા), જુબેર મેમણ (રહે, આયશા એપાર્ટમેન્ટ, બાવામાનપુરા), જીગ્નેશ ઠક્કર(રહે, રણમુકતેશ્વર સોસાયટી, પ્રતાપનગર)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે 68,540નો મુદ્દામાલ જપ્ત કર્યો જુગાર રમાડનાર જીતુ મારૂ(રહે, કાઠીયાવાડી ચાલી, નાગરવાડા)ને વોન્ટેડ જાહેર કરીને પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. દરોડા દરમિયાન પોલીસે અંગ જડતીના રૂપિયા, જમીન ઉપરની રોકડ, મોબાઈલ અને 2 ટુ-વ્હીલર સહિત 68,540 રૂપિયાની મત્તા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો