તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચાઇનીઝની લારી પર દારૂની મહેફિલ માણતા 6 ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રની બર્થડે હોવાથી પાર્ટી માટે ભેગા થયા હતા
  • દિવાળીપુરા કોર્ટ સામેની ફૂટપાથ પર દરોડો

મિત્રની બર્થડે પાર્ટી માટે દિવાળીપુરા કોર્ટની સામે ફૂટપાથ પર ચાઈનીઝની લારી પર ભેગા થયેલા 6 મિત્રો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે તમામની ધરપકડ કરી કાર કબજે લીધી છે. ભાયલી સ્ટેશન પાસે વિનાયક પ્લાઝ્મા રહેતા રાજીવ રામકુમાર સોની (ઉ.વ.42)ની બર્થડે હોવાથી તે 5 મિત્રો ભાર્ગવ જગદીશ પટેલ (ઉ.વ.29), નિશાંત વિનોદ પટેલ (ઉ.વ.31), વિશાલ અતુલ પટેલ (ઉ.વ.34) (તમામ જનતાનગર, વાસણા રોડ), હિતેશ વિઠ્ઠલ માળી (ઉ.વ.33, અંબિકાનગર-1, દિવાળીપુરા) અને ભાવીન અમર લીંમ્બાચીયા (ઉ.વ.35, કૃષ્ણદર્શન, સમીયાલા ગામ) સાથે દિવાળીપુરા કોર્ટની સામે ફુટપાથ પર ચાઈનીઝની લારી પર શુક્રવારે રાતે 8 વાગ્યાની આસપાસ પાર્ટી કરવા ભેગા થયા હતા. ચાઈનીઝ ખાતાં ખાતાં દારૂની પણ મહેફિલ માણતા હતાં. જે અંગે કોઈ રાહદારીએ બાતમી આપતાં ગોત્રી પોલીસે સ્થળ પર પહોંચી તમામ યુવકોને ઝડપી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...