તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:શિક્ષણ સમિતિના 58 % શિક્ષકોએ રસી મૂકાવી

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવાર સુધીમાં લક્ષ્યાંક પૂરો કરવા કવાયત
 • કોરોનાના નવા 42 કેસ સામે 41ને રજા અપાઇ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 135 શાળામાં 932 શિક્ષકો પૈકી 58 ટકા શિક્ષકોએ કોરોનાની રસી મૂકાવી છે. બીજી તરફ ચોથા વર્ગના 204 કર્મચારી પૈકી 20%એ જ કોરોનાની રસી મૂકાઇ છે. જોકે હજી મંગળવાર સુધી આ કામગીરી ચાલવાની છે, તેથી રસીકરણની ટકાવારી વધશે, તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

સમિતિની શાળાઓમાં મુખ્ય શિક્ષકો, શિક્ષકો અને બાલવાડીમાં થઇને કુલ 932 શિક્ષકો ફરજ બજાવે છે. જે પૈકીના 567એ કોરોનાની રસી મૂકાવી છે. એટલે કે આ ટકાવારી 58.21 ટકાની થઇ છે. જ્યારે ક્લાસ-4ના 204 કર્મીઓ પૈકી 42 કર્મીઓએ (20.58 ટકા) રસી મૂકાવી છે. આ વિશે શાસનાધિકારીએ જણાવ્યું કે, આગામી મંગળવાર સુધી રસીનો રાઉન્ડ છે. ત્યાં સુધીમાં મહત્તમ શિક્ષકો અને કર્મચારીઓ રસી મૂકાવે તેવો પ્રયાસ સમિતિ દ્વારા કરવામાં આવશે.બીજી તરફ શુક્રવારે કોરોનાના નવા 42 કેસ સામે 41 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો