તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન પરીક્ષા:સાયન્સમાં PGની પરીક્ષામાં 574 વિદ્યાર્થીઓ ગેરહાજર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરહાજરને બીજી તક નહીં
  • યુજીમાં પણ 645 વિદ્યાર્થીઅે પરીક્ષા ન આપી

એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પીજીમાં ઓનલાઇન પરીક્ષામાં 574 વિદ્યાર્થીઓ, જ્યારે યુજીમાં 645 ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી નહીં લેવાય. બીજી તરફ ઓનલાઇન લેવાયેલી પરીક્ષામાં કોપી કેસ થયો છે કે નહિ તેની ચકાસણી શરૂ કરાઇ છે.

સાયન્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન મોડથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 4322માંથી 7348 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે 574 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. કુલ 86.72 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ગ્રેજ્યુએટ કક્ષાના પ્રોગ્રામમાં 2336માંથી 1691 વિદ્યાર્થી હાજર રહ્યા હતા એટલે કે 72.39 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પીજી અને યુજીની પરીક્ષામાં ગત વર્ષની તુલનામાં વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

પીજીમાં બોટનીમાં 177માંથી 161 વિદ્યાર્થી, આંકડાશાસ્ત્રમાં 141માંથી 114 વિદ્યાર્થી, જિયોગ્રાફીમાં 59માંથી 54 વિદ્યાર્થી, ફિઝિક્સમાં 376માંથી 349 વિદ્યાર્થીઓ, ઝૂઓલોજીમાં 206માંથી 192 વિદ્યાર્થીઓ, કેમિસ્ટ્રીમાં 1306માંથી 1159 વિદ્યાર્થી, જિયોલોજીમાં 175માંથી 153 વિદ્યાર્થી, બાયોકેમિસ્ટ્રીમાં 251માંથી 200 વિદ્યાર્થીઓ, મેડિકલ ટેક્નોલોજીમાં 252માંથી 176 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...