ટ્રાફિક પોલીસનું અભિયાન:વડોદરામાં મીટર વિનાની 57 ઓટો રિક્ષા ડિટેઇન, આવી રિક્ષા દેખાય તો 100 નંબર પર કોલ કરો

વડોદરા12 દિવસ પહેલા
મીટર વિના ઉચ્ચક ભાડું વસૂલી મુસાફરી કરાવતી રિક્ષાઓને ડિટેઇન કરવાનું અભિયાન પોલીસ દ્વારા શરૂ કરાયુ.

વડોદરા શહેરમાં મીટર વિના ઉચ્ચક ભાડું વસૂલી મુસાફરી કરાવતી રિક્ષાઓને ડિટેઇન કરવાનું અભિયાન પોલીસ દ્વારા શરૂ કરાયુ છે. જેમાં એક દિવસમાં 57 ઓટોરિક્ષા ડિટેઇન કરવામાં આવી છે.

શહેરમાં 45 હજાર ઓટો રિક્ષા
વડોદરા શહેરમાં 45 હજાર ઓટોરિક્ષા મુસાફરો માટે ફરી રહી છે. જેમાંથી અનેક રિક્ષાઓ એવી છે જેમાં મીટર લગાવેલા હોતા નથી. જેથી રિક્ષાચાલક જે કંઇ ઉચ્ચક ભાડું માંગે તે મુસાફરે આપવું પડે છે. જેથી વડોદરા પોલીસ દ્વારા હવે આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે અને આવી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી રહી છે.

મીટર વગરની રિક્ષા દેખાય તો 100 નંબર ડાયલ કરો
વડોદરા શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુરૂવારે મીટર વગરની ઉચ્ચક ભાડું વસૂલતી 57 ઓટો રિક્ષા ડિટેઇન કરવામાં આવી છે. જો તમારી આપસાપ કોઇ આવી ઓટો રિક્ષા ફરતી હોય તો 100 નંબર પર ફોન કરી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને જાણ કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદાર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને કારણે રિક્ષામાં મુસાફરી કરતા લાખો મુસાફરોને હવે નિયત અંતર માટે જ ભાડું આપવું પડશે જેથી તેમને મોટી રાહત રહેશે.

અન્ય સમાચારો પણ છે...