તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સફાઈની ગુણવત્તા ચકાસવા 57 પોઇન્ટની સમીક્ષા કરાશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NGO સારા કામ બદલ સફાઇ કર્મીને પ્રોત્સાહિત કરશે
  • ઘરેથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા ઝુંબેશ ચલાવાશે

સફાઈની કામગીરી ગુણવત્તા ચકાસવા પાલિકાના નિયત 57 હાજરી પોઇન્ટની આગામી દિવસોમાં એનજીઓ દ્વારા સમીક્ષા કરાશે અને સારી કામગીરી કરનાર સફાઈ કર્મીને પ્રોત્સાહિત કરાશે. શહેરમાં સ્વચ્છતાનું પ્રમાણ સુઘડ રહે તે માટે પાલિકા નરેન્દ્ર મોદીના જન્મદિનથી ગાંધી જયંતી સુધી સફાઈ કામદારો માટે મારું બીટ સ્વચ્છ બીટની ઝુંબેશ શરૂ કરશે.

આ અગાઉ શહેરમાં કચરાના ઓપન સ્પોટ પર દર 3 કલાકે સફાઈ કરી સ્વચ્છતા જાળવવા આયોજન કરાયું હતું, પરંતુ હવે તેને વધુ નવા આયોજન સાથે આગળ ધપાવાશે. સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે.

આ દિવસોમાં એટલે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઘરેથી જ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની ઝુંબેશ ઉપરાંત “મારું બીટ સ્વચ્છ બીટ” સ્પર્ધા થશે. શહેરમાં 4400 બીટ છે, 57 હાજરી પોઇન્ટ છે અને તેના થકી 4300 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...