તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતન વાપસી:56,942 શ્રમજીવી 41 ટ્રેન દ્વારા વતન રવાના

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરમાં રહેતા વિવિધ રાજ્યોના શ્રમજીવીઓને પરત મોકલવાની ચાલી રહેલી કામગીરી ગુરુવારે બપોરે વિરામ લેશે. શહેર-જિલ્લામાંથી કુલ ૪૧ ટ્રેન દ્વારા વિવિધ રાજ્યોના 56942 શ્રમજીવીઓને વતન મોકલવામાં આવ્યા છે.  જે પૈકી બુધવારે સવારે ઓરિસ્સા અને રાત્રે 12:30 વાગે કલકત્તા માટે ટ્રેન રવાના થઈ હતી. ગુરુવારે બપોરે ૧૨ વાગે શહેરમાંથી છેલ્લી ટ્રેન કલકત્તા માટે જશે આ સાથે શ્રમજીવીઓને ટ્રેન દ્વારા વતન મોકલવાની કામગીરી પૂરી થશે.

અન્ય સમાચારો પણ છે...