તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં 550 CCTV 80 લાખના ખર્ચે લગાવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્ટેલ પ્રયોગ બાદ યુનિ.કેમ્પસમાં 3500 સીસીટીવી કેમેરા લગાવાશે

એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં 550 સીસીટીવી કેમેરા 80 લાખ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સંતોષકારક પરિણામ મળશે તો સમગ્ર યુનિ.કેમ્પસમાં 3500 સીસીટીવી કેમેરા લગાવાશે. યુનિવર્સિટી હોસ્ટેલ તથા કેમ્પસમાં તમામ જગ્યાઓ પર હાઇટેક સીસીટીની કેમેરાથી સજ્જ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કોરોના પહેલા કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ચાઇનીઝ કંપનીની પસંદગી થવાના મુદે વિવાદ થતા સમગ્ર પ્રક્રિયા જ મુલત્વી રાખવામાં આવી હતી.

જોકે છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે ફરીએકવાર સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. આ વખતે યુનિવર્સિટી દ્વારા સરકારના જેઇએમ અંતર્ગત જ સીસીટીવીનું ટેન્ડરીંગ કર્યું છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલના તમામ 16 હોલોમાં 550 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેનો ખર્ચો 80 લાખ રૂપિયા થશે. બોયઝ હોસ્ટેલના 12 હોલ અને ગર્લ્સ હોસ્ટેલના 4 હોલમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાથી સજ્જ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધન્ય અપાશે.

હોસ્ટેલ કેમ્પસમાં લગાવવામાં આવનાર સીસીટીવી કેમેરાનું રીઝલ્ટ સંતોષકારક હશે તો તેના આધારે સમગ્ર યુનિવર્સિટીમાં 3500 સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેકટ હાથ ધરાશે. જેની પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આગામી સમયમાં સીસીટીવી કેમેરા લગાવવાનો મેઘા પ્રોજેકટ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ યુનિ.માં 1 હજાર સીસીટીવી લાગેલા છે જોકે યુનિ.ના તમામ ખૂણે સીસીટીવી કેમેરા લાગી જાય તે પ્રકારનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...